ઈમ્યૂનોલોજિકલ બીમારી જેવા એલર્જી અને અસ્થમાના રોગમાં પણ ઉપયોગી…
આણંદ : જીવલેણ કોરોના વાયરસથી બચવા માટે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે અમૂલ કંપનીએ હળદરવાળા દૂધ પથી હવે તુલસી અને આદુવાળું દૂધ લોન્ચ કર્યું છે.
અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આરએસ સોઢીએ કહ્યું કે કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે અમૂલે હળદળવાળા દૂધ બાદ તુલસી અને આદુનું દૂધ લોન્ચ કર્યું છે. કોરોના વાયરસની હજી સુધી કોઈ દવા કે રસી નથી મળી શકી. એવામાં અમૂલનું હળદર, તુલસી અને આદુવાળુ દૂધ લોકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરશે. તુલસીમાં અનેક ઔષધીય ગુણ રહેલા છે. એવામાં એન્ટી-માઈક્રોબિયલ અને એન્ટી-એલર્જિક ગુણ પણ રહેલા હોય છે. તેથી આ બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનની સાથે જ ઈમ્યૂનોલોજિકલ બીમારી જેવા એલર્જી અને અસ્થમાના રોગમાં પણ ઉપયોગી સાબિત થાય છે.