કતારમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, બાંગ્લાદેશે લોકડાઉન હટાવ્યું…
USA : અમેરિકામાં અત્યાર સુધીમાં ૧૮.૩૭ લાખ કેસ નોંધાયા છે. જેમાં ૧ લાખ ૬ હજાર ૧૯૫ લોકોના મોત થયા છે. છ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કતારમાં ૨૪ કલાકમાં ૧૬૪૮ કેસ નોંધાયા છે. અહીં ઝડપથી સંક્રમણ વધી રહ્યુ છે. અહીં ૫૬ હજાર ૯૧૦ લોકો સંક્રમિત છે.૩૮ લોકોના મોત થયા છે. અહીં ૨૨ લાખથી વધારે ટેસ્ટ થયા છે.
સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને ડોક્ટરોની ચેતવણી છતા બાંગ્લાદેશ સરકારે લોકડાઉનમાં છૂટ આપી છે. અહીં સંક્રમણનું જોખમ શહેરોમાં વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અમે લોકડાઉન હટાવી રહ્યા છીએ. રવિવારે અહીં ૨૫૪૫ કેસ નોંધાયા હતા અને ૪૦ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં કુલ ૪૭ હજાર ૧૫૩ કેસ નોંધાયા છે અને ૬૫૦ લોકોના જીવ ગયા છે.
સંક્રમણની દ્રષ્ટિએ જર્મની અને ફ્રાન્સને પાછળ છોડીને ભારત સાતમાં નંબરે આવી ગયું છે. ભારતમાં અત્યાર સુધીમાં ૧.૯૦ લાખથી વધારે કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં ૧.૮૯ લાખ કેસ અને જર્મનીમાં ૧.૮૩ લાખ કેસ નોંધાયા છે.
- Naren Patel