Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આંણદ : ભાજપ મહિલા કાઉન્સિલરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો : ગણતરીના કલાકોમાં જામીન પર છૂટકારો…!

આંણદ : મોરવા હડફના ખાબડા ગામ પાસેથી પોલીસે દારૂ ભરેલી કાર સાથે કરમસદ નગરપાલિકાના મહિલા કાઉન્સિલર પુત્ર અને દાહોદ પંથકના એક ઇસમની ધરપકડ કરી હતી. કરમસદ પાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલરના પુત્રની કાર માંથી ૨૬ હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે પ્રોહીબશન એક્ટ અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ભાજપના કાઉન્સિલરના પુત્રની કાર માંથી વિદેશી દારૂ ઝડપાતાં જ સ્થાનિક રાજકારણમાં મુદ્દો ચર્ચાનો વિષય બનવા સાથે ગોડફાધરો સહિતે રાતોરાત ઝડપાયેલા બ્રિજેશ પટેલને છોડાવવા માટે દોડધામ કરી હોવાનું કહેવાય છે ! જોકે અંતે જોગવાઈ મુજબ બ્રિજેશનો જામીન પર છુટકારો થયો છે.

હાલ સરકાર દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.બીજી તરફ મોરવા હડફ પોલીસે પેટ્રોલિંગ દ્વારા બાતમી આધારે ખાબડા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન દાહોદ તરફથી આવતી એક વેગન આર કારમાં પોલીસે તપાસ કરતાં જ અંદરથી ૨૬૩ નંગ ક્વાર્ટરીયાનો ૨૬,૩૦૦ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે કારમાં બેઠેલા બ્રિજેશ સંજયકુમાર પટેલ,અતુલપાર્ક સોસાયટી વિદ્યાનગર અને અનિલ ખેમચંદ માવી, રહે-વરમખેડા દાહોદની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો દાહોદ પંથક માંથી ભરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.પોલીસે ઝડપાયેલા બંનેને કોર્ટમાં રજૂ કરતાં બ્રિજેશ પટેલનો જામીન ઉપર છુટકારો થયો છે.ઉલ્લેખનીય છેકે વિદેશીદારૂ સાથે ઝડપાયેલી કાર ઉપર કાઉન્સિલર કરમસદ પાલિકા લખાણ લખવામાં આવ્યું હતું.

Related posts

ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને ૧૦ માસની સજા ફટકારતી ઉમરેઠ કોર્ટ : જાણો વિગત

Charotar Sandesh

ઉજ્જૈન મંદિરથી દર્શન કરી પરત ફરતા ખંભાતના ૫ મિત્રોને અકસ્માત નડ્યો : ૩ યુવોનોના મોત

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે વધુ ૯ કેસો : કોરોનાનો આંકડો ૫૪૨ થયો : હાલ જાણો કેટલા દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh