Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ક્રાઈમ ચરોતર

ચેક બાઉન્સ થવાના કેસમાં આરોપીને ૧૦ માસની સજા ફટકારતી ઉમરેઠ કોર્ટ : જાણો વિગત

ચેક બાઉન્સ કોર્ટ

દશ માસની સાદી કેદની સજા ફરમાવતા ચેક આપી છેતરપિંડી કરતા લે-ભાગું તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો

લાકડાના વેપારમાં આપેલ ચેક બાઈન્સ થતાં થયેલ કેસમાં આરોપી સંજય બંસલને દશ માસની સાદી કેદની સજા ફરમાવતા ચેક આપી છેતરપિંડી કરતા લે-ભાગું તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે ઉમરેઠમાં અમોધ પાર્ક સોસાયટીમાં રહેતા અને આશાપુરી સો મિલ ના નામે લાકડાનો વેપાર કરતાં અને આ કેસના ફરિયાદી ગોપાલભાઈ શિવજીભાઇ પટેલનો પરિચય કેળવી આરોપી એશિયન પ્લાયવૂડ ઈન્ડસ્ટ્રીજ ના સંજય બંસલ રહે અમદાવાદ ૩૦૨,શિખર કોમ્પ્લેક્ષ ગુરુકુળનાઓએ લાકડા લે-વેચ ના હિસાબની ચુકવણીમાં ફરિયાદીના નામનો પંજાબ નેશનલ બેન્ક અમદાવાદનો રૂ,૧,૦૧,૨૨૧ નો ચેક આપેલો નિયત સમયે ચેક બેંકમાં રજૂ કરતાં બેંકમાથી પાછો પડતા પોતે છેતરાયા હોવાનું જાણતા ફરિયાદીએ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબની ઉમરેઠ કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં અને આ અંગેનો કેસ ચાલતા આરોપી તરફે ના એડ્‌વોકેટ મુકેશ ત્રિવેદી ઉર્ફે અડવાણીએ ધારદાર દલીલ કરતાં તેમજ બંને પક્ષોના પુરાવાઓ ચકાસ્યા બાદ ઉમરેઠ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આઈ.આઈ.પઠાણે આરોપીને ક્રિ.પ્રો. કોડની કલમ ૨૫૫ (૨) અન્વયે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ગુનામા તકસીરવાન ઠરાવી દશ (૧૦) માસની સાદી કેદ ની સજા ફરમાવી હતી તેમજ રૂ,૧,૦૧,૨૨૧ વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

Other News : ઉમરેઠમાં રાંધણ ગેસની બોટલ ફાટતા પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ લાગી

Related posts

આણંદ જિલ્‍લાનું ગૌરવ : દાંડી યાત્રામાં સામેલ ૮૧ દાંડી યાત્રીઓ પૈકી ચાર દાંડી યાત્રીઓ આણંદના…

Charotar Sandesh

આણંદ : હવે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળાને ગ્રાન્ટ અપાશે : 5 હજાર સુધીની મર્યાદા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૪૩ મીમી, અત્યાર સુધી કુલ ૪,૭૯૯ મીમી વરસાદ નોંધાયો

Charotar Sandesh