Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલ ૨૦૨૦માં વોડાફોન-આઈડિયા કરશે સ્પોન્સરશિપ…

ન્યુ દિલ્હી : ટેલીકોમ ઓપરેટર કંપની વોડાફોન-આઈડિયા યોજાનાર આઈપીએલ ૨૦૨૦ની કો-સ્પોન્સર બની ગઈ છે. આઈપીએલ ૨૦૨૦ની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં થઈ રહી છે. આ જાણકારી કંગનીએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આપી હતી. વોડાફોન અને આઈડિયાનું આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પહેલાથી જ જોડાણ રહ્યું છે. પરંતુ આ પહેલવાર છે કે વોડાફોન આઈડિયાએ ઓગસ્ટ ૨૦૧૮માં પોતાના વિલીનીકરણ પછી સ્પોન્સરશિપ ડીલ સાઈન કરી છે. આ કંપની હવે વીઆઈ બ્રાન્ડ નામથી ઓપરેટ થઈ રહી છે.

વીઆઈને ટી-૨૦ પ્રીમિયર લીગની લાઈવ બ્રોડકાસ્ટના કો-સ્પોન્સરશિપ રાઈટ્‌સ મળી ગયા છે. ડ્રીમ૧૧ આઈપીએલ ૨૦૨૦નું આયોજન અબૂ ધાબી યુએઈમાં આ વર્ષે કરવામાં આવશે. જેનું ટેલીકાસ્ટ સ્ટાર સ્પોટ્‌ર્સ ઉપર કરવામાં આવશે. જણાવી દઈએ કે ડ્રીમ૧૧ને ૨૨૨ કરોડ રૂપિયામાં આઈપીએલ ૨૦૨૦ની સ્પોન્સરશિપ મેળવી હતી.

કારણ કે આ પહેલા ભારત અને ચીન વચ્ચે ચાલી રહેતા સીમા વિવાદના કારણે વિવો પાસેથી સ્પોન્સરશિપ પરત લઈ લેવામાં આવી છે. હાલમાં તો વીઆઈને સ્ટાર સ્પોટ્‌ર્સની સાથે કરવામાં આવેલી કો-સ્પોન્સર ડીલની સાથે જોડાયેલા આંકડાઓની જાહેરાત કરવામાં નથી કરવામાં આવી. આ સપ્તાહના સોમવારે વોડાફોન આઈડિયાએ ભારતમાં પોતાની નવી બ્રાંડ આઈડેંટિટી લોન્ચ કરી છે. સોમવારે કંપનીએ જાહેરાત કરી હતી કે હવે તેને વીઆઈ નામથી જાણવામાં આવશે. જૂનના આંકડા મુજબ કંપનીના ભારતમાં લગભગ ૨૮૦ મિલિયન સબ્સક્રાઈબર્સ છે.

Related posts

IPL 2024 હરાજીમાં ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, TOP 5 મોંઘા ખેલાડીમાં એક ગુજરાતી

Charotar Sandesh

દિવસ-રાતની ટેસ્ટમાં ઝાકળની સમસ્યા નડી શકે : તેંદુલકર

Charotar Sandesh

અધૂરી આઈપીએલ-૨૦૨૧ સ્પર્ધા ૧૯-સપ્ટેમ્બરથી યૂએઈમાં શરૂ થશે…

Charotar Sandesh