Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આજે વિજયાદશમી પર્વ નિમિત્તે પોલિસ હેડક્વોટર આણંદ ખાતે શસ્ત્રપુજન કરાયું…

આણંદ : આજે તા.૨૫-૧૦-૨૦૨૦ ના રોજ વિજયાદશમી પર્વ નિમિતે પોલીસ હેડકવૉટર આણંદ ખાતે પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતીમાં “શસ્ત્રપુજન” કરવામાં આવેલ અને એમ.ટી પોલીસ લાઇન ખાતે તથા નાયબ પોલીસ અધિક્ષક ની કચેરીની બાજુમાં “અમુલ પાલૅર” નું ઉદઘાટ્‌ન કરવામાં આવેલ.

આ વર્ષ કોરોના મહામારીના કારણે નવરાત્રીની શાંત રીતે ઉજવણી થઈ હતી. આજે વિજય દશમીનું પર્વ મનાવવામાં આવશે. આસુરી શક્તિ પર દૈવિ શક્તિના વિજયની આ ઘડીને વધાવવા માતાજીને વિવિધ પ્રસાદ સહિત ભાવિકજનો એકમેકનું મ્હોં મીઠું કરાવે છે. આથી મીઠાઈ બજારોમાં આજે ધમધમાટ જોવા મળ્યો હતો. ખાસ કરીને દશેરાની ઉજવણી નિમિત્તે ફાફડા, જલેબી, બરફી, મૈસુર સહિતની મીઠાઇની જયાફત ઉડશે. આજે આણંદ, ખેડા જિલ્લાના બજારોમાં ફાફડા, જલેબીના વેચાણના સ્ટોલ બપોર બાદ ગ્રાહકોની ભીડથી ઉમટતા જોવા મળ્યા હતા. જો કે કોરોના ગાઇડ લાઇનના પાલન સાથે દુકાનદારો દ્વારા અગાઉથી તૈયાર કરાયેલ પેકિંગનું જ વેચાણ કરવામાં આવી રહ્યાનું જોવા મળ્યું હતું.

દશેરાએ શૌર્યનો તહેવાર છે, વીરત્વનું પર્વ છે. શકિતનો સમારોહ છે, ક્ષત્રિયોની દિવાળી છે, દિગ્વિજયનું મુહૂર્ત છે. એટલે જ આ દિવસના પ્રાતઃ કાલને વિજય મુહૂર્ત કહે છે. એ જ રીતે સાંજના સૂર્ય અથમયા પછી તારક વૃંદો સ્પષ્ટ દેખાવાના શરૂ થાય એ સમયને પણ ‘વિજય મુહૂર્ત’ કહેવામાં આવે છે.

Related posts

અડાસ – રાજપૂત સમાજનું ગૌરવ : એસ.પી. યુનિવર્સિટીમાં ઉત્તીર્ણ થયા…

Charotar Sandesh

સાંસદ મિતેશ પટેલે આણંદ રેલ્વે સ્ટેશનના બ્યુટીફીકેશનનો પ્રશ્ન સંસદમાં રેલવે મંત્રી સમક્ષ ઉઠાવ્યો, જુઓ

Charotar Sandesh

આણંદ જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઇ….

Charotar Sandesh