Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સાંસદ મિતેશ પટેલે આણંદ રેલ્વે સ્ટેશનના બ્યુટીફીકેશનનો પ્રશ્ન સંસદમાં રેલવે મંત્રી સમક્ષ ઉઠાવ્યો, જુઓ

આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે

આણંદ : લોકસભા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે સંસદમાં આણંદ રેલ્વે જંક્શન (anand railway station) નો પ્રશ્ન ઉઠાવી ધારદાર રજુઆત રેલવે મંત્રી સમક્ષ કરી છે.

છેલ્લા ઘણા સમયથી આણંદ રેલવે સ્ટેશન (anand railway station) ના વિકાસને લઈ આસપાસના રહીશો દ્વારા સાંસદ મિતેશભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે રેલ્વે સ્ટેશનની પાછળ રહેતા રહીશો દરરોજ કામઅર્થે કે શાળાના વિદ્યાર્થી રેલવે લાઈન ક્રોસિંગ જીવના જોખમે પસાર કરતા હોય છે, જેથી બ્રીજ બનાવવા અંગેનો પ્રશ્ન પણ થોડા દિવસ અગાઉ ચર્ચામાં આવ્યો હતો અને સાંસદને બ્રીજ બનાવવા માંગ કરાઈ હતી.

આણંદની શાન વધારવા રેલ્વે જંક્શનના અપગ્રેડેશન અને બ્યુટીફીકેશન કરવું અત્યંત આવશ્યક બન્યું છે : સાંસદ મિતેશભાઈ પટેલ

જે વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ આજરોજ સંસદમાં મિતેશભાઈ પટેલે રેલવે મંત્રી સમક્ષ રજૂઆત કરતાં જણાવેલ કે, અમદાવાદ-મુંબઈ રેલ્વે લાઈન વચ્ચે આણંદ જંક્શન આવેલ છે, જે ઈ.સ. ૧૯૦૧ માં બનાવવામાં આવેલ. પ્રખ્યાત અમૂલ ડેરી અને સરદાર પટેલના કર્મભૂમિ તરીકે ઓળખાતું આણંદ ભારતીય પ્રવાસીઓનું હબ છે. મોટી સંખ્યામાં શિક્ષણ અર્થે વિદ્યાનગરમાં આવતા હોય છે.

રેલવે મંત્રીશ્રીને અનુરોધ કરીએ છીએ કે આણંદ જંક્શનના બ્યુટીફીકેશન અંગે આદેશ જાહેર કરવામાં આવે : સાંસદ મિતેશભાઈ પટેલ

જેથી આણંદની શાન વધારવા રેલ્વે જંક્શનના અપગ્રેડેશન અને બ્યુટીફીકેશન કરવું અત્યંત આવશ્યક બન્યું છે. આથી રેલવે મંત્રીશ્રીને અનુરોધ કરીએ છીએ કે આણંદ જંક્શનના બ્યુટીફીકેશન અંગે આદેશ જાહેર કરવામાં આવે.

Other News : આજથી RTEના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત : આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ, જુઓ સંપૂર્ણ પ્રક્રિયા

Related posts

અમૂલ ડેરી ખાતે ચુંટણી યોજાનાર હોઈ આણંદના કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા…

Charotar Sandesh

આણંદ કલેકટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ : નાગરિકોને અફવાઓથી દૂર રહેવા હાર્દિક અપીલ…

Charotar Sandesh

નારાજ ઉમરેઠના ભાજપ ધારાસભ્ય આવતીકાલે રાજીનામુ આપશેની ચર્ચા ઉઠતા જિલ્લાનું રાજકારણ ગરમાયું…

Charotar Sandesh