એકબાજુ કોરોના પોઝીટીવની સંખ્યા વધી રહી છે, ત્યારે બીજીબાજુ દર્દીઓ સ્વસ્થ પણ થઈ રહ્યા છે… તે સાથે કોરોનાને મ્હાત આપી ૪૪ દર્દીઓ સ્વસ્થતા પ્રાપ્ત કરી છે…
આણંદ : કોરોના પોઝીટીવને મ્હાત આપી સ્વસ્થ થયેલા ખંભાતના પાંચ કોરોના ફાઈટરોને આજે આણંદની જનરલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે સાથે કોરોનાને મ્હાત આપી ૪૪ દર્દીઓ સ્વસ્થતા પ્રાપ્ત કરી છે.
મળતી વિગતો અનુસાર કોરોના પોઝીટીવ દરમિયાન આણંદની જનરલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર પ્રાપ્તકરી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થનારા કલ્પેશભાઈ અતુલભાઈ ચુનારા ઉ.વ. ૩૭ રહે. ઓએનજીસી સામેખંભાત, વૈભવ દેવાંગ દવે ઉ.વ. ૨૨ રહે. પીપડા શેરી ખંભાત, ગીતાબેન વાલ્મીક ઉ.વ. ૩૪ રહે. ખંભાત દંતારવાડો, શબનમબાનુ અબ્દુલરહીમ મલેક ઉ.વ. ૨૫ રહે. અકબરપુર ખંભાત, પ્રીતીબેન સંજયભાઈ ચુનારા ઉ.વ. ૧૮ રહે. વિજય સોસાયટી ખંભાતનાઓ કોરોના મુક્ત થતા તેઓને આજે આણંદની જનરલ હોસ્પિટલ ખાતેથી હોસ્પિટલના તબીબો અને નર્સીગ સ્ટાફ દ્વારા તાલીઓના ગડગડાટ સાથે અભિવાદન કરી તેઓને ભાવભીની વિદાય અપાઈ હતી. આ પાંચેય દર્દીઓના છેલ્લા ત્રણ રીપોર્ટ કોરોના નેગેટીવ આવ્યા છે અને તેઓ સંપુર્ણપણે સ્વસ્થ થયા છે આ સાથે કોરોનાને મ્હાત આવી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા ૪૪ થઈ છે. આણંદ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનો અંતર્ગત ૬૬૫ સેમ્પલોનું પરીક્ષણ કરાયું હતું. જે પૈકી ૫૮૪ સેમ્પલ નેગેટીવ આવ્યા હતા. જ્યારે ૮૧ સેમ્પલ કોરોના પોઝીટીવ આવ્યા હતા અને કોરોના પોઝીટીવના ૬ દર્દીઓનું મોત નીપજ્યું છે.
હાલમાં વિવિધ હોસ્પિટલોમાં કોવીડ-૧૯ અંતર્ગત ૩૫ દર્દીઓ દાખલ છે તે પૈકી પાંચ દર્દીઓ આજે સંપુર્ણ સ્વસ્થ થતા હવે હોસ્પિટલમાં કોવીડ-૧૯ એક્ટીવ દર્દીઓની સંખ્યા ૩૦ થઈ છે. જે પૈકી દસ દર્દીઓ સિવિલ હોસ્પિટલ આણંદ ખાતે, ૧૯ દર્દીઓ શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે અને એક દર્દી એસવીપી હોસ્પિટલ અમદાવાદમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જે પૈકી બે દર્દીઓ વેન્ટીલેશન પર અને ત્રણ દર્દીઓ ઓક્સીજન પર છે અને બાકીના ૨૫ દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે. આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા પાંચ દર્દીઓ કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.