Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : કોરોના વેક્સિન આપવા માટે ડેટાબેઝ પ્લાન તૈયાર કરવા જિલ્‍લા વહીવટીતંત્રનું આયોજન…

તારીખ ૧૩ ડિસેમ્બર સુધીમાં આણંદ જિલ્લામાં કોરોના વેક્સિન આપવા અંગેનો ડેટાબેઝ પ્લાન તૈયાર થશે…

આણંદ : કોરોના વાયરસ સામે રક્ષણ મળે અને આગામી સમયમાં આણંદ જિલ્‍લામાં વેકસીન ટીકાકરણનું આયોજન કરવા જિલ્‍લામાં વહીવટીતંત્ર અને આરોગ્‍ય વિભાગ દ્વારા અગ્રતાક્રમ સૂચી તથા વેકસીન આપવાની તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અંગે જિલ્‍લામાં તબકકાવાર બેઠકોનું આયોજન કરી આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

આણંદ જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ ના માર્ગદર્શન હેઠળ  જિલ્લા વિકાસ અધિકારીશ્રી  આશિષકુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સાથે પરામર્શ કરી જિલ્લાનો ડેટાબેઝ પ્લાન તૈયાર કરવાની સૂચના જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓની દેખરેખ હેઠળ મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે ટીમ બનાવી કોરોના ની રસી ઉપલબ્ધ થાય ત્યારે વહેલામાં વહેલી તકે પ્રથમ તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને વેક્સિન આપવા અંગે નક્કી કરવામાં આવ્યું છે. આ ડેટાબેઝ પ્‍્લાન તૈયાર કરવા માટે વિધાનસભાની મતદાર યાદીના બેઝ મુજબ ૫૦ વર્ષથી ઉપરના મતદારો નો સંપર્ક કરી હાલમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી બુથ લેવલ ઓફિસર એટલે કે બી.એલ.ઓ ની સાથે આરોગ્ય વિભાગના કર્મચારી અને સ્થાનિક નગરપાલિકાના એક કર્મચારી ની ટીમ બનાવી હાલમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે જે સમગ્ર આણંદ જિલ્લામાં તારીખ ૧૩  ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર છે આ વિગતો મુજબ તમામ વ્યક્તિઓના લેટેસ્ટ મોબાઇલ નંબર લેવામાં આવશે જેથી વેક્સિન આવે કે તરત જ પ્રથમ તબક્કામાં 50 વર્ષથી ઉપરના તમામને વેકસિન નો પહેલો ડોઝ આપી શકાય.

આ સિવાય બીજી પ્રાયોરિટીમાં ૫૦ વર્ષથી નીચેના પરંતુ ડાયાબિટીસ અને બીપી સિવાયની ગંભીર બીમારી ધરાવતા હોય તેવા એટલે કે કેન્સર, હૃદયરોગ કે એચઆઇવી જેવી બીમારી ધરાવતા લોકોનો પણ સર્વે મતદાર યાદી ના બેજ મુજબ સાથે સાથે જ કરવામાં આવી રહ્યો છે બી.એલ.ઓ આરોગ્ય વિભાગના કર્મચારી સ્થાનિક નગર પાલિકાના કર્મચારી ની કામગીરી ઉપર દેખરેખ માટે ૧૦ બુથ વાઇઝ એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર આણંદ જિલ્લામાં આ કામગીરી માટે પ્રાંત અધિકારીશ્રીની સાથે મામલતદાર, ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીની દેખરેખમાં તારીખ ૧૩ ડિસેમ્‍બર સુધીમાં સોફ્ટવેરમાં એન્ટ્રી કરી પ્લાન તૈયાર કરવામાં આવનાર છે સોફ્ટવેર એન્ટ્રી કરવાથી કોરોના ની વેક્સિન આવેથી તરત જ કલેકટરશ્રી ના માર્ગદર્શન હેઠળ વેક્સિન આપવા અંગે કાર્યવાહી કરવામાં આવનાર છે. આમ, સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર હાલમાં ભારત સરકારની સુચના મુજબ કોરોના વેક્સિન મળેથી તાત્કાલિક ધોરણે પ્રથમ તબક્કામાં ૫૦ વર્ષથી ઉપરના અને ગંભીર બિમારી ધરાવતાં ૫૦ વર્ષથી નીચેના તમામને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે આ માટેની તાલીમ પણ હાલમાં સમગ્ર જિલ્લામાં આપવામાં આવી રહી  છે. આમ, આણંદ જિલ્‍લાનું સમગ્ર વહીવટીતંત્ર કોરોનાની વેકસિન આવ્‍યેથી વહેલી તકે ભારત સરકારની સુચના મુજબ  જિલ્‍લાના તમામને વેકસિન પહોંચાડવા માટે કમર કસી એક ટીમ બની કામ કરી રહયા છે.

Related posts

આંકલાવ સ્વપ્નભૂમિ ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા : દારૂની મહેફિલ માણતા ૨૬ ને પોલીસે દબોચ્યા

Charotar Sandesh

પેટલાદ તાલુકાથી ૭૨મા વન મહોત્‍સવનો પ્રારંભ કરાવતાં નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશભાઇ પટેલ

Charotar Sandesh

જાહેરનામું : આણંદ જિલ્લામાં જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે

Charotar Sandesh