Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આંકલાવ સ્વપ્નભૂમિ ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા : દારૂની મહેફિલ માણતા ૨૬ ને પોલીસે દબોચ્યા

આંકલાવ પોલીસ

ભાણપુરા સ્વપ્ન ભૂમિ ફાર્મ હાઉસ સાઈટમાં આવેલ વીરકૃપા ફાર્મ હાઇસનો માલિક વોન્ટેડ

આણંદ : આણંદ અને વડોદરા જિલ્લાની હદ ઉપર આવેલ આંકલાવમાં આવેલ ફાર્મ હાઉસમાં અવારનવાર દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાય છે.દારૂની મહેફિલ માણવા આ જગ્યાઓ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે.

આંકલાવમાં વડોદરાના રહીશની માલિકીના ફાર્મ હાઉસ ઉપર ચાલતી દારૂની પાર્ટી ઉપર પોલીસ દરોડો કરતા જ ચકચાર મચી છે.આંકલાવ પોલીસે અહી દારૂની મહેફિલ માણતા ૨૬ દારૂડિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આંકલાવના ભાણપુરા સ્થિત સ્વપ્નભુમી સાઈટ પર આવેલ વીરકૃપા ફાર્મ હાઉસમાંથી દારૂની પાર્ટી માણતા નબીરાઓને આંકલાવ પોલીસે દારૂની બોટલો સાથે નશાની હાલતમાં રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ફાર્મ હાઉસમાં ખૂબ જ મોટે-મોટેથી ગીતો વાગતા હતા અને નબીરાઓ દારૂના નશામાં ચકનાચૂર થઈને નાચતા હતા. આ પાર્ટીનું આયોજન વડોદરાના મિત્રોએ ભેગા મળીને કર્યું હતું.નશાની હાલતમાં ઝડપાયેલા તમામમાં મોટા ભાગના વેપારીઓ તેમજ કોન્ટ્રકટર તેમજ નોકરિયાત મિત્રો હોવાનું બહાર આવ્યું હતું.

આંકલાવ પોલીસની પૂછપરછ દરમ્યાન તમામ મિત્રો ભેગા મળીને આ પાર્ટીનું આયોજન વડોદરાના મિત્ર પિન્ટુભાઈ ના ફાર્મ હાઉસમાં કર્યું હોવાનું જણાવ્યું હતું. વડોદરાથી દારૂની મહેફિલ માણવા આવેલ ૨૬ નબીરાઓને આંકલાવ પોલીસે દબોચી લીધા છે.આંકલાવ પોલીસ અહીં સતર્ક છે અને બાતમીદારો કે ફરીયાદોને આધારે ઘણીવાર દરોડા કરી દારૂ જુગારની પાર્ટીઓને અંકુશમાં રાખવા પ્રયત્નો કરતી રહે છે.

આમ છતાં આણંદ જિલ્લાનો આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવુતિઓ માટે કુખ્યાત બની રહ્યો છે.આંકલાવ પોલીસે તમામની પ્રોહિબિશનની કલમ હેઠળ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જોકે ફાર્મ હાઉસ માલિક વડોદરાનો પીન્ટુભાઈ ફરાર હોઈ તેને ઝડપી લેવા આંકલાવ પોલીસે તમામ પ્રયત્નો હાથ ધર્યા છે.

Other News : આણંદ હેડ કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ગળે ફાંસો નાખી આત્મહત્યા કરી : પોલીસ બેડામાં ચકચાર મચી

Related posts

ગુજરાતની અમૂલને ટ્રેડ માર્કના કેસમાં કેનેડાની કોર્ટમાં જીત મળી

Charotar Sandesh

શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં સેબી દ્વારા ફાઈનાન્સીયલ એજ્યુકેશન ઓનલાઈન વર્કશોપ યોજાયો…

Charotar Sandesh

લોકલ ટ્રાન્સમિશનથી વિદ્યાનગર, પેટલાદ સહિત આણંદ જિલ્લામાં વધુ ૭ કેસો પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh