જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક મિટિંગ બોલાવી સંક્રમણને રોકવા ઓર્ડર કરવામાં આવ્યા છે…
આણંદ : ગુજરાતમાં હવે કોરોનાવાયરસનો ચેપના પોઝિટિવ કેસોનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે હવે વધુ એક જિલ્લો ગુજરાતમાં કોરોનાગ્રસ્ત કેસના લિસ્ટમાં ઉમેરાયો છે. મધ્ય ગુજરાતના આણંદમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે.
આણંદ જિલ્લામાં કોરોનાવાયરસના ચેપનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતાં આવ્યું છે. તેના કારણે ઝાયડ્સ હોસ્પિટલને સંપૂર્ણ કોરોના કોરેન્ટાઇલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોઝિટિવ વ્યક્તિ અન્ય કેટલાં લોકોના સંપર્કમાં આવ્યો હતો તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક મિટિંગ બોલાવી સંક્રમણને રોકવા ઓર્ડર કરવામાં આવ્યા છે.
કોરોનાવાયરસનો ચેપ જેને લાગ્યો તે આણંદ નગરપાલિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો ક્લાર્ક હોવાની ચર્ચા ચાલી રહી છે…
કોરોનાવાયરસનો ચેપ જેને લાગ્યો તે આણંદ નગરપાલિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો ક્લાર્ક હોવાની ચર્ચા ચાલી રહી છે. તેની આણંદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ હોવાની ચર્ચા છે અને તે આણંદના પધારીયા વિસ્તારમાં રહેતો હોવાની ચર્ચા છે.