Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોના રિકવરી રેટ ૮૩ ટકા જે રાજ્યમાં સૌથી વધારે : કલેકટર આર.જી. ગોહિલ

જિલ્લામાં  ૧૪ ધનવંતરી રથનું પ્રસ્થાન : એક કરતા વધુ સેવાઓ થી સજ્જ આ રથ સંક્રમિત વિસ્તારોમાં ફરી દર્દી શોધવાનું પણ કામ કરશે… 

જિલ્લામાં કોરોના સારવાર માટે પૂરતી વ્યવસ્થા અન્યત્ર જવાની જરૂર નથી : કલેકટર આર.જી. ગોહિલ

આણંદ : આણંદ કલેકટર કચેરી ખાતે થી આજે ૧૪ જેટલા ધનવંતરી રથનું કલેકટરશ્રી આર.જી.ગોહીલ, ખાસ ફરજ પરનાં સચિવ શ્રી સંદીપ કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર અને સાંસદ શ્રી મિતેષભાઈ પટેલનાં શુભ હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું

આ ધનવંતરી રથમાં એક તબીબ, એક નર્સ અને એક ફાર્માસિસ્ટ સેવામાં રહેશે અને ગ્રામિણ તેમજ શહેરી વિસ્તારોમાં ફરશે, ઘર ઘર સર્વે પણ કરશે  ખાસ કરીને સંક્રમિત વિસ્તારો ઉપર વધુ ધ્યાન અપાશે અને કોરોનાના લક્ષણ દેખાય તેવા નાગરિકોને તુરંત જરૂરી સારવાર આપવામાં આવે તેવી વ્યવસ્થાથી આ ધનવંતરી રથ સજ્જ છે.

આ રથમાં  વિટામિન સી, ઝિંક, આયુષ અને આર્યુવેદીક દવાઓ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવી છે જે જિલ્લાના નાગરિકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપવામાં આવશે.

જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહીલે ધનવંતરી રથને પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે સારવારની પૂરતી વ્યવસ્થા છે. આપણી પાસે જનરલ હોસ્પિટલમાં ૪૦ બેડ  અને ક્રિષ્ના હોસ્પિટલ તેમજ  ખંભાત ખાતેની કારીયાડ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં પૂરતા બેડ અને સારવાર માટેની વ્યવસ્થા ઉપલબ્ધ હોઈ જિલ્લાનાં કોરોના સંક્રમિત દર્દીઓને અન્ય જિલ્લામાં સારવાર માટે જવાની જરૂરીયાત નથી આણંદ જિલ્લામાં સંક્રમિત દર્દીઓ માંથી સ્વસ્થ થવાનો રેટ ૮૩ ટકા છે જે રાજ્ય ભરમાં સૌથી વધારે છે.

કલેકટરશ્રી એ વધુ માં ઉમેર્યું કે, કોરોના વાઇરસનાં સંક્રમણ સામે સામાન્ય કાળજી લેવી અને એક બીજા વચ્ચે અંતર રાખવુ તેમજ આયુષની રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓ લેવી જેથી સંક્રમિત થવાથી બચી શકાય.

કલેકટર શ્રી આર.જી. ગોહીલે જણાવ્યું કે, હાલમાં આણંદ જિલ્લામાં ૧૪ ધનવંતરી રથ ફાળવવામાં આવ્યાં છે જે વધારીને ૨૫ કરવામાં આવશે જેથી જિલ્લાની જનતાને ઘણી રાહત મળશે. જિલ્લામાં ફાળવવામાં આવેલ ૧૪ ધનવંતરી રથમાંથી આણંદ શહેર વિસ્તારમાં ચાર ધનવંતરી રથ કાર્યરત રહેશે.

જિલ્લાની નગર પાલિકા વિસ્તારમાં અને ગ્રામિણ વિસ્તારોમાં ધનવંતરી રથ આજ થીજ કાર્યરત થયા છે. કલેકટર કચેરી ખાતે થી ધનવંતરી રથને પ્રસ્થાન કરતી વેળાએ આણંદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી. છારી, જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી  ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ગુજરાતમાં વધતો જતો કોરોના : નવા ૧૫૮૦ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૧ર કેસો નોંધાયા…

Charotar Sandesh

આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગના ૨૪ ઉમેદવારોના કુલ મળી ૩૨ ઉમેદવારી પત્રો રદ થયા

Charotar Sandesh

આણંદમાં સફાઇકર્મીના બાળકને ધો.૧૨માં ઉત્તીર્ણ થવા બદલ પ્રશસ્તિ્‌પત્ર એનાયત કરતા કલેકટર…

Charotar Sandesh