Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં નશાબંધી સપ્તાહ અંતર્ગત ગામડી ખાતે ઉદ્‌ઘાટન સમારોહની ઉજવણી કરાઈ…

આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી એચ.પી.સીસોદીયા તેમજ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ સોઢા પરમાર હાજર રહ્યા…

આણંદ : આજરોજ તા 02/10/2020 નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી આણંદ તથા કેથોલિક ચર્ચ ગામડી, આણંદ ના સયુંકત ઉપક્રમે નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્ઘાટન સમારોહની ઉજવણી કરવામાં આવી.

જેમાં નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી એચ.પી.સીસોદીયા, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ સોઢા પરમાર, કેથોલિક ચર્ચના ફાધર મિકી, ફાધર મોઇસન દાસ, સિસ્ટર મિનલ, બ્રહ્માકુમારીઝ ના શ્રી પદ્મા દીદી વગેરે હાજર રહયા તથા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી તથા શ્રી એચ.પી.સીસોદીયા સાહેબે સમગ્ર સપ્તાહ દરમિયાન આયોજિત થનાર કાર્યક્રમની રૂપરેખાથી ઉપસ્થિત તમામને પરિચિત કર્યા, તથા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ સોઢા પરમારે લોકોને વ્યસનોથી દૂર રહેવા તથા તંદુરસ્ત જીવન જીવવા અપીલ કરી તથા બ્રહ્માકુમારીઝ ના શ્રી પદ્મા દીદીએ આધ્યાત્મિકતા નો સહારો લઈ વ્યસનોથી મુક્ત રહેવા સલાહ આપું ત્યારબાદ સબ ઇન્સ્પેકટર શ્રી એચ.જી.મસાણીએ ઉપસ્થિત તમામને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા લેવરાવી કાર્યક્રમ પૂર્ણ કર્યો.

Related posts

આણંદ જીલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ-પોલીસકર્મીઓનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું

Charotar Sandesh

આણંદ જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આણંદમાં આ સ્થળે કરવામાં આવશે, જાણો

Charotar Sandesh

આણંદ જિલ્લા ન્યાયાલય ખાતે શ્રૃતિ ફાઉન્ડેશના સહયોગથી હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું…

Charotar Sandesh