-
જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો માટે યોજાયેલ મતદાનમાં અંદાજે ૬૧.૫૩ ટકા, જિલ્લાની આઠ તાલુકા પંચાયતનું ૬૨.૮૮ ટકા અંદાજીત મતદાન…
-
તા.૨ માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે
-
મતગણતરી કેન્દ્ર ખાતે કડક સુરક્ષા ગોઠવાઇ CCTV : કેમેરા દ્વારા મતગણતરી કેન્દ્ર ઉપર બાજ નજર…
-
જિલ્લા/ તાલુકાઓ અને નગરપાલિકાઓની તમામ બેઠકના ઈવીએમ મશીનો સ્ટ્રોંગરૂમમાં મૂકાયા…
આણંદ : આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮ (આઠ) તાલુકા પંચાયતો (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજીત્રા) તથા ૬ (છ) નગર પાલિકાઓ (આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજીત્રા)ની સામાન્ય ચુંટણી તેમજ કરમસદ નગર પાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચુંટણી આજે સવારે ૭-૦૦ કલાકે આઠ તાલુકા પંચાયતોની ૧૯૬ બેઠકો માટે ૭૫૬ ઉમેદવારો જયારે છ નગરપાલિકાઓ અને કરમસદ નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી સહિતની ર૧૨ બેઠકો માટે મતદાન મથકો ઉપર મતદાનનો પ્રારંભ થયો હતો.
સવારે ધીમી ગતિ એ શરૂ થયેલા મતદાનમાં જેમ જેમ લોકો બહાર આવ્યા તેમ વધારો થયો હતો ખાસ કરી ને યુવા વર્ગ મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચ્યો હતો સાથે વયોવૃદ્ધ વડીલો એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મહિલાઓ પણ ઉસ્સાહભેર મતદાન કરવા જોડાઇ હતી. દિવસ ભર યોજયેલું મતદાન સરેરાશ શાંતિ પૂર્વક રહ્યું હતું કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે મ્યુનિસીપલ કોમ્યુનિટી હોલ,મંગળપુરા ખાતેના મતદાન મથકમાં મતદાન કર્યું હતુ
આણંદ જિલ્લામાં સાંજે ૫-૦૦ કલાક સુધી થયેલ મતદાનમાં અંદાજે થયેલ મતદાનમાં નગરપાલિકાઓ પૈકી આણંદ- ૫૧.૯૨ ટકા, ઉમરેઠ -૬૬.૮૯ ટકા, ખંભાત-૫૯.૯૦ ટકા, પેટલાદ-૬૨.૬૨ ટકા, બોરસદ-૬૨.૮૧,સોજીત્રા-૭૦.૨૩ અને કરમસદ નગર પાલિકાની વોર્ડ નં.૧માં ૪૭.૬૦ ટકા મળીને આણંદ જિલ્લાની નગરપાલિકાઓનું અંદાજીત મતદાન ૫૭.૭૭ ટકા જેટલુ નોધાયું છે. તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીઓમાં આણંદ તા.પં.- ૫૬.૭૬ ટકા, ઉમરેઠ તા.પં.- ૬૫.૪૮ ટકા,સોજીત્રા તા.પં.- ૬૦.૧૪ ટકા, પેટલાદ તા.પં.- ૬૪.૬૯ ટકા , આંકલાવ તા.પં.- ૬૭.૭૧ બોરસદ તા.પં.- ૬૧.૭૦ ટકા, તારાપુર તા.પં.- ૭૧.૦૯, અને ખંભાત તાલુકા પંચાયતમાં ૬૬.૨૭ ટકા નોધાયુ છે આમ આણંદ જિલ્લાની સમગ્ર તાલુકા પંચાયતનું ૬૨.૮૮ ટકા અંદાજીત મતદાન થયેલ છે.
જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો માટે યોજાયેઇ મતદાનમાં અંદાજે ૬૧.૫૩ ટકા મતદાન યોજાયુ જેમાં સૌથી વધારે વરસડા-૪૦ માં ૭૨.૧૯ ટકા અને સૌથી ઓછુ સારસા બેઠક ઉપ્મર ૩૯.૧૪ ટકા અંદાજીત મતદાન થયુ છે. સામાન્ય ચૂંટણીમા તમામ મતદાન મથકો એ મતદારો અને ફરજ ઉપર ના કર્મચારીઓએ કોવીડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ પોતાની ફરજ નિભાવી હતી.