સામાજિક સેવા ભાવી સંસ્થાઓ દાંડી યાત્રા યોગદાન આપવા અનુરોધ…
આણંદ : ગાંધી આશ્રમ અમદાવાદ દાંડીયાત્રાનો પ્રારંભ થયેલ છે અને આણંદ જિલ્લા માં બોરીયાવી નગર થી યાત્રા પ્રવેશ કરશે તે સંદર્ભમાં જિલ્લામાં પણ જિલ્લા કલેકટરશ્રી આર. જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર ની ઉપસ્થિતિ માં આણંદ જિલ્લાના દાંડી માર્ગ ઉપર થી પસાર થનારી દાંડી યાત્રા માટે સુચારૂ અયોજન ની આજે સમિક્ષા કરવામાં આવી હતી.
દાંડી યાત્રા સાથે અને રસ્તા માં આવતા ગામો માં વધુ ને વધુ લોકા જોડાય તેવુ આયોજન કરાયું છે મોટી સંખ્યામાં યુવાનો સ્વાગત અને યાત્રામાં જોડાશે. બોરીયાવી નગર ના જિલ્લા ની હદ માં યાત્રા પ્રવેશે ત્યાંથીજ દાંડી યાત્રી ઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે જેની તૈયારીઓ ને આખરી ઓપ અપાયો હતો, કલેક્ટર શ્રી એ જિલ્લા ની સામાજિક સેવા ભાવી સંસ્થાઓ રોટરી કલબ, લાયન્સ ક્લબ, સી.ટુ. સી. ફાઉન્ડેશન, અન્ય સંસ્થા, મંડળો સોં યાત્રા માં સ્વાગત માં જોડાય અને પોતાનું યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો, દાંડી યાત્રા ના તમામ ગામો માં ગ્રામજનો દ્વારા સ્વાગત થાય અને ગામે ગામ ઉસ્સાહ નો માહોલ ઉભો થાય તેમજ સૂતર ની આંટીએ સ્વાગત કરવામાં આવે તેવું અયોજન કરાયું છે. રાત્રી રોકાણ વાળા ગામોમાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહી નદી પાર કરવા હોડી ઓ ની વ્યવસ્થા કરવામાં આવી છે અને પુરે પુરી સલામતી સાથે પાર થાય તકેદારી રખાશે. આઝાદી જંગમાં આપેલા યોગદાનની ગાથા તથા ગાંધીજીની દાંડીકૂચ, આઝાદી જંગમાં યોગદાન ને દોહરાવશે સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો, તેમજ આઝાદીજંગમાં આપેલા યોગદાનની ગાથા રજૂ કરવામાં આવશે. જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ અંગે નોડલ અધિકારી તથા સંકલનઅધિકારીઓ ને હવાલો સોંપીને દાંડી યાત્રા ને યાદગાર બનાવવા તૈયારી ઓ પૂર્ણ કરી દેવાઈ છે. આજે યોજાયેલ બેઠક માં તમામ આયોજન ની સમિક્ષા કરવામાં આવી હતી. બેઠક માં દાંડી યાત્રા સાથે જોડાયેલ અધિકારી શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.