ખાસ ફરજ ઉપરના સચિવશ્રી અવંતિકાસિંઘની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ…
મોગરી અને સારસા કોવિડ કેર સેન્ટરની પ્રભારી સચિવશ્રીએ મુલાકાત લીધી…
આણંદ : આણંદ જિલ્લા પ્રભારી સચિવશ્રી અને કોરોના સંક્રમણ નિયંત્રણ માટે ખાસ ફરજ ઉપરના સચિવશ્રી અવંતિકા સિઘના અધ્યક્ષ સ્થાને આજે સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લામાં હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી
આ સમીક્ષા બેઠકમાં જિલ્લાની હાલ કોરોના સંક્રમિત દર્દી, હોસ્પિટલોમાં દાખલ દર્દી , સ્વસ્થ્ય થતા દર્દી અને હોમ કોરોન્ટાઈન દર્દી અને તેઓની લેવામાં આવતી કાળજી સાથે સાથે મુખ્યમંત્રીશ્રીના આદર્શ અભિગમ એવા મારુ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ ગામે ગામ કાર્યરત કોવિડ કેર સેન્ટરો અને દાતા શ્રીઓ તરફથી મળી રહેલો સહયોગ સહીત અને હજુ ભવિષ્યમાં આવનારા કોરોના સંક્રમણના આયોજનની અંગે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો.અને પ્રભારી સચિવશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
પ્રભારી સચિવશ્રી અવંતિકા સિંઘ અને કલેક્ટરશ્રી આર.જી.ગોહીલ , ડી.ડી.ઓ.શ્રી આશિષ કુમારે મારૂ ગામ કોરોના મુક્ત ગામ હેઠળ મોગરી ગામની પ્રાથમિક શાળામાં ચાલતા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું
ત્યાર બાદ સતકેવલ નગરી સારસા ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં પ્રભારી સચિવશ્રીએ સારવાર હેઠળના દર્દીઓ અને તેઓને મળતી તબીબી સુવિધા અને સંભવિત દર્દીઓ માટેની વ્યવસ્થાનીવિગતોથી વાકેફ થયા હતા.
પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંહ દ્વારા પ.પૂ.આચાર્યશ્રી અવિચલ દાસજી મહારાજશ્રીની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા. આચાર્યશ્રી અવિચલ દાસજીએ સંસ્થા દ્વારા કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં અપાતી સુવિધા અને ભવિષ્યમાં આવનારા સંભવિત દર્દી ઓ માટે પુરી તૈયારી હોવાનું અને તંત્રને પુરો સહયોગ આપવાનું જણાવ્યું હતું અહીં સાંસદશ્રી મિતેષ ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.