Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામોમાં આકરણી વસૂલવા થયેલો ઠરાવ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો

આણંદ પાલિકા

આણંદ : નગરપાલિકામાં પ્રમુખ રૂપલબહેન વી. પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા ઠરાવ બે નંબર પર હતો. આ ઠરાવમાં પાલિકાએ ગેરકાયદે બાંધકામોમાં આકારણી લેવાનો નિર્ણય કર્યો હતો.

આણંદ પાલિકા ગેરકાયદે બાંધકામો તોડવાના બદલે રોકડી વસુલાશે !

આ ઠરાવ મુજબ, આણંદ પાલિકા હદ વિસ્તાર તથા બાકરોલ ઝોન વિસ્તારમાં અવકુડાની પરવાનગી ન લેવાને કારણે નવી બનેલી સોસાયટીઓની મિલકતોની તથા નવા બનેલા મકાનો તેમજ જૂની મિલકતોના બાંધકામ વધારો કરવામાં આવે છે. આવી મિલકતોની આકારણી ન થવાને કારણે વેરો આકારી વસુલ થઇ શકતો નથી.

જેના કારણે નગરપાલિકાને આર્થીક નુકશાન થતું હોવાથી સરકારના ઠરાવ મુજબ દર ચાર વર્ષે એરિયા બેઇઝ આધારીત ચતુવર્ષીય આકારણી કરવાની થાય તેમ હોઇ મિલકતની આકારણી માટે એજન્સી રોકી કામગીરી કરાવવા જરૂરી નિર્ણય લેવામાં આવશે. ગેરકાયદે બાંધકામોમાં આકારણી વસુલવાથી તે કાયદેસર થતી નથી. તેને કોઇ જાતનું રક્ષણ મળતું નથી. આ બાંધકામ જ્યાં સુધી ઉભુ છે, ત્યાં સુધી આકારણી વસુલી શકાય છે. જે પાલિકાની રૂટીન કામગીરી છે.

અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામો તોડી પાડવાની વાત હોય ત્યાં આ બાંધકામની આકારણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

આણંદ નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આણંદ પાલિકા વિસ્તારમાં અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામોમાં આકરણી વસૂલવા થયેલો ઠરાવ નગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અવકૂડાની મંજૂરી વગર થયેલા બાંધકામો તોડી પાડવાની વાત હોય ત્યાં આ બાંધકામની આકારણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે નગરજનોમાં અને રાજકીય આલમમાં ચક્રવાત ઉભો કર્યો છે. જોકે, પાલિકા ચીફ ઓફિસર આ નિર્ણયને કાયદેસર પ્રક્રિયા ગણાવી રહ્યા છે.

Other News : શૈક્ષિક મહાસંઘનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યું : શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણની માંગ

Related posts

ડરના જરૂરી હૈ… ભયના માહોલ વચ્ચે મોટા ભાગના ટુવ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેર્યા…

Charotar Sandesh

સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રાએ આણંદ જિલ્‍લામાં પ્રવેશ કર્યો : ભવ્‍ય સ્‍વાગત કરાયું

Charotar Sandesh

આણંદમાં ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા…

Charotar Sandesh