Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાથી કોરોનાનો કહેર ઘટ્યો, હજી સાવચેતીની ખુબજ જરૂર…

આણંદ : આણંદ જિલ્લામાં કોરોના પ્રથમ લહેર કરતાં કોરોના બીજી લહેરમાં એપ્રિલ અને મે માસમાં કોરોના હાહાકાર મચાવ્યો છે.જેના કારણે આણંદ જિલ્લાની કોવિડની ૨૭ વધુ હોસ્પિટલો ઓકસીજન બેડની ભારે અછત સર્જાઇ હતી. દર્દીઓ સહિત સૌ કોઇ હેરાન પરેશાન થઇ ગયા હતા. જો કે આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોના દર્દીઓ સ્વસ્થ થવાનો રેસિયો વધ્યો છે. તેની સામે કોરોના કેસમાં ઘટાડો નોંધાયા છે.જેના પગલે હાલ આણંદ જિલ્લાની હોસ્પિટલો ૪૯૭ બેડ ખાલી છે. જે આણંદ વાસીઓ માટે આનંદના સમાચાર છે.
આણંદ જિલ્લામાં છેલ્લા ૮ દિવસમાં ૧૩૨૦ પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે ૧૫૭૮ દર્દીઓ કોરોના માત આપી છે. જેમાં છેલ્લા બે દિવસમાં ૨૨૨ સામે દર્દીઓ ૪૨૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. આમ છેલ્લા બે દિવસમાં સ્વસ્થ દર્દીઓ રેસિયો બમણો જોવા મળ્યો છે.જેના કારણે હાલમાં આણંદ કોવિડ હોસ્પિટલો ૭૧૦ બેડ ખાલી છે.જેમાં ઓકસીજનના ૧૬૦, વેન્ટીલેટરના ૬૯ , આઇસીયુ બેડ ૧૩૦ વધુ ખાલી છે. જયારે સામાન્ય બેડ જયારે ૩૧૦ સામાન્ય બેડ ખાલી છે. જયારે બીપ બેડ વધુ ખાલી થયા છે.
આમ કેસ ઘટતાં આણંદ જિલ્લાની હોસ્પિટલો દર્દીઓ ધસારો ઓછો થયો છે. તેમજ ડિસ્ચાર્જ દર્દીઓના રેડ ૮૭ ટકાએ પહોંચ્યો છે. આણંદ જિલ્લામાં છેલ્લા ૧૮ દિવસ બાદ ૧૫૦થી ઓછા કેસ નોંધાયા છે. આમ આણંદ જિલ્લા કોરોના સંક્રમણની ગતિ મંદ પડી છે જે આનંદની વાત છે.

Related posts

આણંદ શહેરના આ કેટલાક સ્થળો ૩૦ માર્ચ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા : જુઓ વિગત

Charotar Sandesh

વડતાલમાં ૧૯૫મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી : દાતાશ્રી હરિકૃષ્ણભાઈ કેન્યાવાળાએ પાંચ કરોડ દાનની જાહેરાત કરી…

Charotar Sandesh

આણંદ : ૩૦ કિલો ગાંજા સાથે પોલીસે ત્રણને ઝડપી ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો…

Charotar Sandesh