હું પણ માસ્ક અવશ્ય પહેરીશ, હું છ ફુટનું સામાજિક અંતર જાળવીશ, હું જાહેરમાં થુંકીશ નહી અને હું વારંવાર હાથ ધોઈશનો સંકલ્પ લેતા નાગરિકો…
કલેકટર કચેરીએ આવતા નાગરિકોમાં કોરોના વાઈરસ અંગે જાગૃતત્તા આવે તે માટે જિલ્લા વહીવટી તંત્રનું અનોખું અભિયાન…
આણંદ : હાલમાં ચાલી રહેલા કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ જાગૃતિ અભિયાનો શરૂ કરવામાં આવ્યાં છે.
આજે આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટરશ્રીની કચેરી ખાતે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે નિઃશુલ્ક માસ્ક વિતરણ હું પણ કોરોના વોરિયર અંગેની પ્રતિજ્ઞાનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલે કોરોના અંગેની પ્રતિજ્ઞા અને સહી કરીને કરાવ્યો હતો. તેમજ નાગરિકોને પોતાના હસ્તે માસ્કનું વિતરણ પણ કરી કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક એ જ ઉપાય છે તેવો સંદેશો પાઠવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહિલે જણાવ્યું કે, નાગરીકો મોટી સંખ્યામાં અહીં કામકાજ માટે આવતા હોઈ તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓમાં કોરોના અંગેની જાગૃતત્તા આવે તે માટે નિઃશુલ્ક માસ્ક વિતરણ, હેન્ડ સેનેટાઈ અને પ્રતિજ્ઞા અભિયાનનું આણંદ કલેકટર કચેરી ખાતે આયોજન કરાવવામાં આવ્યું હતું
જેમાં કલેકટર કચેરી ખાતે આવતા નાગરિકોએ હું પણ માસ્ક અવશ્ય પહેરીશ, હું છ ફુટનું સામાજિક દૂરી જાળવીશ, હું જાહેરમાં થુંકીશ નહી અને હું વારંવાર હાથ ધોઈશ જેવો સંકલ્પ લઈને વહીવટી તંત્ર દ્વારા કોરોના અંગેના આ જાગૃતિ અભિયાનને સફળ બનાવ્યું હતું.