Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ તાલુકાના નાવલી ગામનું પરિવાર ઈન્ડોનેશીયા (બકાસી)માં ફસાયું, મદદ કરવા અપીલ કરી…

આણંદ : આણંદ તાલુકાના નાવલી ગામેથી ઈન્ડોનેશીયા (બકાસી) ફરવા ગયેલ પરિવારના ત્રણ સભ્યો પાર્થકુમાર નિલેશભાઈ પટેલ, તેમની પત્ની બીજલબેન પાર્થકુમાર પટેલ અને મિત્ર તેજશકુમાર મનોજભાઈ પટેલ તેમજ અન્ય અંકિતકુમાર વિનોદભાઈ રામી નાઓ લોકડાઉનને લઈને ફસાઈ જતા તેમજ આ પરિવારે ભારત પરત ફરવા માટે ઈન્ડોનેશીયા સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક સાધવા છતા તેઓને કોઈ પ્રત્યુત્તર ન મળતા તેઓએ એક વીડીયો વાયરલ કરીને ભારત પાસે તેઓને મદદ કરવા માટે અપીલ છે.

આ પરિવારે એક વીડીયો વાયરલ કરીને ભારત પાસે તેઓને મદદ કરવા માટે અપીલ…

જે દરમ્યાન તેઓએ વિડીયો વાઈરલ કરી જણાવેલ કે, અમો ઈન્ડોનેશીયામાં ફરવા આવેલ, દરમ્યાન કોરોના વાયરસને લઈને અપાયેલા લોકડાઉનમાં ફસાયેલ છે, અમે ભારત પણ નહી આવી શકતા અને ઈન્ડોનેશીયાના બકાસી શહેરમાં ફસાઈ ગયા છે, જ્યાં અમો હોટલની બહાર પણ નીકળી શકતા ન હતા. તેમજ હોટલમાં વેજીટેરીયન ભોજન પણ મળતું નથી અને અમે એક જ રુમમાં રાખવામાં આવ્યા છે અને ભોજનમાં નોનવેજ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ માટે હોટલનું ભાડુ ભરવું પોષાય તેમ ન હોય તેમજ ફરવા અને હોટલના ખર્ચ પાછળ ઘણો ખર્ચ થઈ જતા તેઓ પાસે પૈસા ન હોય, જેથી તેઓના પરિવાર દ્વારા પૈસા મોકલવવામાં આવેલ છે, ઈન્ડોનેશીયા સ્થિત પોતાના મિત્રની મદદથી બકાસી શહેરમાં હાલમાં તેઓ જાતે બનાવીને ખાય છે.

જેથી ફસાયેલા નાવલીના યુવતિ સહીત ચાર જણાએ ઈન્ડોનેશીયાથી પરત ભારત આવવા માટે ઈન્ડોનેશીયાના જકાર્તા સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ દુતાવાસના અધિકારીઓ દ્વારા તેઓની કોઈ મદદ કરવામાં આવી નહોતી અને તેઓને ભારતમાં સંપર્ક સાધી મદદ માંગવા માટે જણાવ્યું હતું. આ ઘટનામાં પરિવારજનો દ્વારા આણંદ સાંસદ મિતેશ પટેલ (બકાભાઈ)નો સંપર્ક કરી મદદની અપીલ કરવામાં આવેલ, જેમાં તપાસ કરી આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને લઈ નાવલી ગામમાં ચારેય સભ્યોના પરિવારજનોમાં ચિંતા પ્રસરી જવા પામી છે…

  • Ketul Patel, Anand

Related posts

પેટલાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધિ : ૩.૩૧ કિ.ગ્રા.ની બેનીંગ ટ્યુમરની ગાંઠની સફળ સર્જરી કરાઈ

Charotar Sandesh

ગુજરાતના આ ૯ જિલ્લામાં એલર્ટ જાહેર, આગામી ૪૮ કલાક ખુબ જ ભારે ! ૨૧ રસ્તાઓ બંધ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમિશનને લઈ આજે નવા ૫ કેસ નોંધાયા : કુલ આંકડો ૪૩

Charotar Sandesh