-
તા. પ મે, ર૦ર૧ સુધી આણંદ, નડિયાદમાં પણ રાત્રિના ૮થી સવારે ૬ કલાક સુધી રાત્રિ કરફયૂ અમલમાં મૂકવામાં આવ્યો છે…
-
આણંદ-નડિયાદ શહેર હદ વિસ્તારમાં ૫ મે સુધી ૨૪ કલાક દરમ્યાન કેટલાક નિયંત્રણો લગાવતું જાહેરનામું બહાર પડાયું છે…
-
રાજયના ગૃહ વિભાગ દ્વારા કરાયેલ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે…
આણંદ : ચરોતર સહિત ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધતાં જોવા મળી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંક્રમણને અટકાવવા માટે જરુરી નિયંત્રણો મૂકીને આવશ્યક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં અગાઉ આણંદ, નડિયાદ સહિત રાજયના ર૯ શહેરોમાં અગાઉ તા. ૩૦ એપ્રિલ,ર૦ર૧ સુધી રાત્રિ કરફયુનો નિર્ણય લેવાયો હતો. પરંતુ સંક્રમણના વધતા જતા કેસોના પગલે હવે કરફયુની મુદ્દત લંબાવવામાં આવી છે. આથી તા. પ મે, ર૦ર૧ સુધી આણંદ, નડિયાદમાં પણ રાત્રિના ૮થી સવારે ૬ કલાક સુધી રાત્રિ કરફયૂ અમલમાં મૂકવામાં આવ્યો છે. રાજયના ગૃહ વિભાગ દ્વારા કરાયેલ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
• રાત્રિ કફર્યુ દરમ્યાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે…
– બિમાર વ્યકિત, સગર્ભા, અશકતોને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. -મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસ.ટી. કે સીટી બસની ટિકીટ રજૂ કર્યથી અવરજવરની પરવાનગી અપાશે. – રાત્રિ કફર્યુના સમયગાળા દરમ્યાન લગદ્ઘ યોજી શકાશે નહી. – આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ નાગરિકો,કર્મચારી-અધિકારીઓએ અવરજવર દરમ્યાન ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. – અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યકિતઓએ ઓળખપત્ર, ડોકટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારના કાગળ, પુરાવા રજૂ કરવાના રહેશે. – આ સમયગાળા દરમ્યાન કોવિડની કામગીરી સાથે સંકળાયેલા, આરોગ્યલક્ષી સેવાના કર્મચારીઓ, ઓકિસજન ઉત્પાદન-સપ્લાય, ડેરી-દૂધ, શાકભાજી-ફળ ઉત્પાદન, વિતરણ અને હોમ ડીલીવરી સેવા, કરીયાણું, બેકરી, તમામ પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ ચાલુ રહેશે. – ટીફીન સર્વિસીસ, હોટલ-રેસ્ટરોન્ટમાંથી ટેક અવે ફેસીલીટી આપતી સેવાઓ, આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુટશન સેવાઓ ચાલુ રહેશે. – પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી, પીએનજીને સંબંધિત પંપ, તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડીસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ તથા બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રહેશે. જે દરમ્યાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
• પ મે, ર૦ર૧ સુધીના ૨૪ કલાકના સમય દરમ્યાન લાગુ પડનાર નિયંત્રણો…
– આ સમયગાળા દરમ્યાન તમામ આર્થિક-વ્યાપારિક પ્રવૃતિઓ જેવી કે દુકાનો, વાણિજીયક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા, શોપીંગ કોમ્પલેક્ષ, ગુર્જરી, શૈક્ષણિક સંસ્થા-કોચીંગ સેન્ટરો, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, જાહેર બાગ બગીચા, સલૂન, બ્યુટી પાર્લર, જીમ, સ્વીમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ અને કોર્મશિયલ કોમ્પલેક્ષ બંધ રહેશે. – તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એપીએમસીમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ-વેચાણ ચાલુ રહેશે. – આ સમયગાળા દરમયાન લગદ્ઘ માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ પ૦ વ્યકિતઓની મંજૂરી રહેશે. લગદ્ઘ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી ફરજિયાત રહેશે. – અંતિમક્રિયા માટે મહત્તમ ર૦ વ્યકિતઓની મંજૂરી રહેશે. – સરકારી, અર્ધસરકારી, બેંક, ઇન્સ્યોરન્સ કંપની, તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી પ૦ ટકા સુનિશ્ચિત કરવાની રહેશે. – તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની પૂજા, વિધિ સંચાલકો-પૂજારીઓ દ્વારા કરવાની રહેશે. પબ્લીક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.