સોશિયલ મીડિયામાં એક લગ્નના વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે…
ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્ન હોવાનું ખૂલ્યું છે…
આણંદ : ગુજરાતમાં કોરોનાના કેસ મહંદઅંશે ઘટી રહ્યા હતા, પરંતુ ગઈકાલે કોરોનાના કેસ વધ્યા હતા. ગુજરાત સરકાર અને તંત્ર લોકોને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા માટે જણાવી રહી છે, પરંતુ અમુક લોકો ગાઈડલાઈનના ખુલેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે. આવો જ એક કિસ્સો આણંદના આંકલાવ તાલુકાના ચમારા ગામમાં સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક લગ્નના વરઘોડાનો વીડિયો વાયરલ થયો છે. જે ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્ન હોવાનું ખૂલ્યું છે.
આણંદના આંકલાવમાં ચમારા ગામના સરપંચ અને ભાજપના અગ્રણી રાજુ પઢીયારના ભત્રીજાના લગ્નમાં કોરોના ગાઈડલાઈનના નિયમો ભંગ થયા છે. લગ્નના વરઘોડાનો એક વીડિયો વાયરલ થતા હોબાળો મચ્યો હતો. ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચમારા ગામના સરપંચના ભત્રીજાનું લગ્ન હતુ. જેમાં ડીજેના તાલે તલવારો સાથે યુવાનો ઝૂમ્યા હતા. નિયમ ભંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે.
જુઓ વિડીયો… Video Source : TV9
કોરોનાકાળમાં ભાજપના નેતાએ નિયમોની ઐસીતૈસી કરી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈ પણ વ્યક્તિને કોરોનાનો કોઈ ભય નથી અને કોઈએ માસ્ક નથી પહેર્યુ, સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડાવ્યા છે અને ડીજેના તાલે નાચી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે.
હાલ આ ઘટના પ્રકાશમાં આવતા લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે કે કોરોનાકાળમાં ભાજપના નેતાઓને શુ ભીડ નથી નડતી? શુ ભાજપના નેતાઓને કોઈ કાયદો નથી લાગુ થતો. બસ ગમે તે કાયદાઓ સામાન્ય માણસ માટે જ હોય છે.