Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની ૭ બેઠકો અને ખેડા જિલ્લાની ૬ સહિત રાજ્યમાં ૯૩ બેઠક માટે મતદાન શરૂ

બેઠક માટે મતદાન

અમદાવાદ : રાજ્યની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે આજે મતદાન થનાર છે, ત્યારે ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે અને સવારે ૮ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી મતદાન યોજાશે અને બુથ ઉપર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, આ સાથે મુખ્ય ચુંટણી અધિકારીએ અપીલ કરી છે કે, કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.

આ સાથે મતદાન પહેલા પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે, અને તેઓ ગાંધીનગરમાં માતા હિરાબાના આશિર્વાદ લેવા પહોંચ્યા છે, આજે તેઓ રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે.

પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે

ગુજરાત વિધાનસભા ચુંટણીના બીજા તબક્કામાં હવે ઘણી બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે ઉમેદવારો મતદારોને પોતાની બાજુ ખેંચવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો નોંધાયા છે, જેમાં ૧૧,૬૨,૫૨૮ નવા મતદારો છે, અને કુલ મતદારોમાં પુરુષ ૨,૫૩,૩૬,૬૧૦ અને સ્ત્રીઓ ૨,૩૭,૫૧,૭૩૮ નોંધાયા છે, જ્યારે ૪ લાખથી વધુ વિકલાંગ મતદારો અને ૧૪૧૭ જેટલા ટ્રાન્સજેન્ડરોનો સમાવેશ થયો છે.

ગુરૂવારે ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું, ત્યારે વહેલી સવારથી જ મતદાન મથકે લાંબી લાઈનો જોવા મળી હતી, ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Other News : બીજા તબક્કાના મતદાન પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો : સરકાર બની તો આ સમાજના મુખ્યમંત્રી હશે

Related posts

બીએસ-૨ અને બીએસ-૩ સ્પેસિફિકેશનવાળા વાહનોનું રી-રજિસ્ટ્રેશન નહીં થઈ શકે : હાઈકોર્ટ

Charotar Sandesh

હવે વિધાનસભા ગૃહમાં થશે પેપરલેસ કાર્યવાહી : ધારાસભ્યોએે ઈ-વિધાનસભા એપની મેળવી તાલીમ

Charotar Sandesh

આપ નેતા વિજય સુવાળા ભાજપમાં જોડાશે, આવતીકાલે ૧૨ વાગ્યે કમલમમાં કેસરિયો ખેસ પહેરશે

Charotar Sandesh