આણંદ : લોટેશ્વર મહાદેવ પાસે આવેલા બોરસદ ફાટક પર ફ્લાય ઓવરબ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાવનાર છે. જેને ધ્યાને લઈ મંદિરના ટ્રસ્ટીઓએ જનહિતમાં ફ્લાય ઓવરબ્રીજમાં કપાત જતી મંદિરના વિસ્તારમાંથી બાંધકામ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન મંગળવાર સાંજે મંદિરના પટાંગણમાં આવેલ વર્ષો જુનો ઓટલો દુર કરતા ઓટલા નીચેથી પ્રાચીન કુવો મળી આવ્યો છે.
પ્રાચીન કુવામાં આજે પણ ૮૦ થી ૯૦ ફુટ દુર સ્વચ્છ દુધીયુ પાણી જાેવા મળ્યું…
જાેકે લોટેશ્વર મહાદેવમાં વર્ષો જુનો કુવો મળ્યો હોવાની વાયુવેગે ફેલાઈ જતા લોટેશ્વર ભાગોળ સહિતના આસપાસના વિસ્તારના લોકો અને શ્રદ્ધાળુઓ દોડી આવ્યા હતા. અને વર્ષો જુનો કુવો નિહાળી કુતૂહલતા અનુભવતા હતા. જાેકે કુવામાં આજે પણ ૮૦ થી ૯૦ ફુટ દુર સ્વચ્છ દુધીયુ પાણી જાેવા મળ્યું હતું.