Charotar Sandesh
ચરોતર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

આણંદ-ખેડા-વડોદરા સહિત ગુજરાતમાં આગામી ૪ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અતિ ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે : દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે દાહોદ,છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા અને ગાઁધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી,ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર, વડોદરા, ભરુચ,સુરત,ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, સબારકાંઠા, ગાઁધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, મહીસાગર, નર્મદા, ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧૮ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સાબરાંકાંઠા તેમજ ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પાટણ અને મહેસાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૯ સપ્ટેમ્બરના રોજ મહેસાણા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ૩ દિવસ વરસાદ વરસશે. આજે છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે.

ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.

Other News : હવે શહેરના રસ્તાઓ સ્વચ્છ બનાવવા આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન હાથ ધરાશે

Related posts

ડુપ્લીકેટ નોટોનો કારોબાર : અંબાવના સ્વામિની સંડોવણી પાછળ મોટા માથાઓના હાથની આશંકા…

Charotar Sandesh

આણંદમાં ૧૭મી રથયાત્રાના રૂટ સમયમાં ફેરફાર કરાયો : તૈયારીઓ પૂર્ણ

Charotar Sandesh

આણંદ : નવા મોલમાં લીફ્ટના ભોયરામાં યુવક ખાબકતાં પગમાં લોખંડનો સળીયો ઘુસી ગયો…

Charotar Sandesh