Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : વિદેશમાં ૩ કરોડનો ઓર્ડર અપાવવાની લાલચે શખ્સે કંપનીના માલિકના ૫૦ લાખ ખંખેર્યા…

આણંદ :ચીખોદરા ગામના રહેવાસી ભાગવતભાઈ પ્રતિપભાઈ પટેલ બાપ-દાદાની પીવીસી પાવર પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. તેમની કંપની દેશ-વિદેશમાં માલ-સામાન સપ્લાય કરે છે. ભાગવતભાઈનો ૨૦૧૯માં ભાવનગરના નિસર્ગ પાઠક સાથે સંપર્ક થયો હતો. નિસર્ગ પાઠકે ચેટિંગ થતી મિત્રતા વધારી ભાગવતભાઈને દુબઈમાં મોટો ઓર્ડર અપાવવાની વાત કરી હતી.

નિસર્ગ સાથે દરરોજ વાતચીત થતા ભાગવતભાઈને તેના પર વિશ્વાસ બેસવા લાગ્યો હતો અને દુબઈનો ઓર્ડર લેવા માટે તૈયારી બતાવી હતી. ભાગવતભાઈએ સૌથી પહેલા નિસર્ગના એકાઉન્ટમાં ૫ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેમને દુબઈની કંપની તરફથી ઓર્ડરને લખતો મેલ આવ્યો હતો. જેથી ભાગવતભાઈનો વિશ્વાસ વધી ગયો હતો. થોડા સમય બાદ નિસર્ગે ૫૦ લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી ભાગવતભાઈએ બેન્ક તેમજ આંગણીયાપેઢી થતી તેને રૂપિયા મોકલી આપ્યા હતા.

નિસર્ગને રૂપિયા આપે ઘણો સમય વિતી ગયો હતો છતા કંપની તરફથી ઓર્ડરને લખતો કોઇ મેલ ન આપતા ભાગવતભાઈને શંકા થઇ હતી. તેમણે તપાસ કરાવતા જાણવા મળ્યું કે, નિસર્ગ દુબઈથી ભાવનગર પરત આવી ગયો છે અને તેણે જે બે કંપનીઓની વાત કરી હતી તે પણ બોગસ કંપની છે. પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલૂમ પડતા તેઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નિસર્ગ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

RTI હેઠળ માહિતી આપવામાં ઠાગામૈયા કરવામાં આવતા ઉમરેઠ પાલીકાના ચીફ ઓફીસરને પાંચ હજારનો દંડ

Charotar Sandesh

આણંદ જીલ્લામાં ૨૪ સ્થળોએ કોવિડ-૧૯ વેક્સીનેશન માટે ડ્રાય રન યોજાયો…

Charotar Sandesh

લોકડાઉન : આણંદ-વિદ્યાનગરમાં ડ્રોન કેમેરામાં કેદ થયેલ ૬૦ જેટલા શખ્સો સામે કાર્યવાહી કરાઈ…

Charotar Sandesh