આણંદ : આણંદ-વિદ્યાનગરમાં ૩ સબ સ્ટેશનનું મરામતની કામગીરી હાથ ધરવા માટે આગામી તા.૧૩મીએ રવિવારે દિવસ દરમ્યાન કેટલાક ફીડર વિસ્તારોમાં ૫ કલાક સુધી વીજકાપ મુકવામાં આવનાર છે.
વિજધારકો સહિત ધંધા-રોજગોર પર થનાર હોઈ હાલાકીઓનો ભોગ બનવું પડશે…
જેમાં આણંદ-વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી ફીડર, તુલસી ફીડર, સરદાર ફીડર, વિદ્યાનગર ફીડરમાં આવતા વિસ્તારોમાં ખેતીવાડી વિસ્તાર, મંગળપુરા, ગણેશ ચોકડી, જીટોડીયા રોડ, પાલિકા નગર, ગાયત્રી નગર, સો ફુટ રોડ, અન્ય સોસાયટી વિસ્તારોમાં વહેલી સવારે ૮ કલાકથી લાઈટો બંધ કરી દેવામાં આવશે. આથી વિજ તંત્રએ ચોમાસુ સિઝનમાં વરસાદ પડતા પહેલા વિજ લાઈનની ફરતે વૃક્ષોની ડાળખીઓ દુર કરવામાં આવનાર છે. તેમજ વાવાઝોડાને પગલે નમી ગયેલા તમામ વિજપોલ બદલી નાખવામાં આવશે તેમ જાણવા મળેલ છે.