-
શહેર સહિત જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા છે…
-
આ સાથે કુલ આંકડો ૨૭૦ નોંધાયો છે. જેમાં હાલ કુલ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે…
આણંદ : ગુુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં અનલોક ૨.૦ જાહેર કરાયેલ છે, જેમાં કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવેલ છે અને જિલ્લા પોલિસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહેલ છે.
ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં વધુ ૧૦ વ્યક્તિઓ કોરોનાની ઝપેટમાં લીધા છે. જોકે હજીયે સંક્રમિત અને બીમારી ધરાવતા કેટલાક લોકો કદાચ ડરના માર્યા કોરોના સેમ્પલ આપવા બહાર આવતા નથી. આથી વાસ્તવિક આંકડો કદાચ વધારે હોઇ શકેની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિત અનુસાર, આજે ૧૦ પોઝીટીવ નોંધાયેલ કેસોમાં (૧) દક્ષાબેન રમણભાઈ પટેલ ઉ.વ. ૬૨ રહે. સતકૈવલધામ સોસાયટી આણંદ-વિદ્યાનગર રોડ આણંદ, (ર) રામાભાઈ બકુરભાઈ પટેલ ઉ.વ. ૭૦ રહે. સતકૈવલ સોસાયટી આણંદ-વિદ્યાનગર રોડ આણંદ, (૩) ભારતીબેન અરવિંદભાઈ પટેલ ઉ.વ. ૬૫ રહે. ફ્રેન્સ કોલોની ગ્રીડની પાછળ આણંદ, (૪) ક્લેરાબેન ફીલીપભાઈ મેકવાન ઉ.વ. ૬૫ રહે. રાજગૃહપાર્ક બજરંગ સોસાયટી પાસે વિદ્યાનગર, (પ) મંજુલાબેન ગોરધનભાઈ પરમાર ઉ.વ. ૬૦ રહે. જુની પાણીની ટાંકી પાસે સામરખા તા. આણંદ, (૬) નવીનભાઈ શીવાભાઈ પટેલ ઉ.વ. ૬૫ રહે. ઝંડાકુઈ માણેજ તા. પેટલાદ, (૭) ઉસ્માનભાઈ ઈબ્રાહીમભાઈ વ્હોરા ઉ.વ. ૭૨ રહે. અખંડાનંદ સોસાયટી બોરસદ, (૮) બીપીનભાઈ ભરતભાઈ પટેલ ઉ.વ. ૫૨ રહે. સાર્વજનિક હોસ્પિટલ પાસે કાવીઠા તા. બોરસદ, (૯) હર્ષદભાઈ મગનભાઈ પટેલ ઉ.વ. ૫૯ રહે. મોરડ તા. પેટલાદ, (૧૦) શીલાબેન સી. મહેતા રહે. ગોરવાળી ફળી દુધની ડેરી પાસે પચેગામ તા. તારાપુર સહિત નાઓનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં તેઓને સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે.
આ સાથે કુલ આંકડો ૨૭૦ નોંધાયો છે. જેમાં હાલ કુલ ૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. આ સાથે અત્યાર સુધી જિલ્લામાં કુલ ૧૩ દર્દીઓ કોરોનાને લઈ મૃત્યુ પામેલ છે.
આજે પોઝિટિવ કેસ નોંધાતા તે સ્થળોએ આરોગ્ય, પોલીસ સહિતની ટીમો પહોંચી હતી. જયાં સેનેટરાઇઝ, પરિવાર અને નજીકના સંપર્કોનો મેડીકલ ચેકઅપ સર્વ તથા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.