Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : સાર્વજનિક કે ખાનગી જગ્યા્ઓમાં ચૂંટણી પ્રચાર માટે જાહેરમાં લાઉડસ્પી‍કર વગાડવા પર નિયંત્રણ…

લાઉડ સ્‍પીકર વગાડવા નિયમોનું પાલન કરવું પડશે…

આણંદ : રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયમાં નગરપાલિકાઓ તથા જિલ્‍લા/તાલુકા પંચાયતોની સામાન્‍ય ચૂંટણીઓ આગામી તા. ૨૮/૨/૨૦૨૧ના રોજ યોજવાનું નકકી કરવામાં આવેલ છે. જે અન્‍વયે આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ (આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, અને સોજિત્રા)ની તથા આઠ તાલુકા પંચાયત (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રા)ની સામાન્‍ય ચૂંટણી તથા કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી તા. ૨૮/૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. જયારે તેની મતગણતરી
તા. ૨/૩/૨૦૨૧ના રોજ મતગણતરી થનાર છે ત્‍યારબાદ ચૂંટણી પ્રક્રિયા તા. ૫/૩/૨૦૨૧ના રોજ પૂર્ણ થશે.

આણંદ જિલ્‍લામાં આ ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમિયાન જાહેર સુલેહ શાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતતા જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્‍લા  મેજિસ્‍ટ્રેટ શ્રી પી. સી. ઠાકોરએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(થ)થી મળેલ સત્તાની રૂઇએ આણંદ જિલ્‍લામાં યોજાનાર સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં સમાવિષ્‍ટ વિસ્‍તારમાં તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૫/૩/૨૦૨૧ સુધી રસ્‍તામાં કે રસ્‍તા નજીક અથવા સાર્વજનિક કે ખાનગી જગ્‍યાઓમાં ચૂંટણી પ્રચાર કે અન્‍ય હેતુ માટે જાહેરમાં લાઉડસ્‍પીકર વગાડવા માટે નિયંત્રણો મૂકયા છે.

જાહેરમાં લાઉડસ્‍પીકર વગાડવા માટેના નિયમોનું પાલન કરવા પણ આ જાહેરનામાથી ફરમાવ્‍યું છે.

તદ્અનુસાર કોઇપણ વ્‍યકિત જાહેર કે ખાનગી જગ્‍યાઓમાં સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય જાહેરમાં લાઉડસ્‍પીકર વગાડી શકશે નહીં તેમજ જાહેર સભાઓમાં સ્‍થિત અને ચાલુ વાહનો પરના લાઉડ સ્‍પીકરનો ઉપયોગ કરી શકશે નહીં, લાઉડ સ્‍પીકર વગાડવા સક્ષમ અધિકારી તરફથી પરવાનગી મળ્યેથી લાઉડસ્‍પીકર ફકત સવારના ૮-૦૦ થી રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન ન થાય એવી રીતે વગાડવાનું રહેશે અને પરવાનગીની અન્‍ય શરતોનું પણ ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે. ચૂંટણીના હેતુસર લાઉડસ્‍પીકર વગાડવાની પરવાનગી જિલ્‍લામાં સ;બંધિત તાલુકામાં મામલતદારશ્રી તરફથી આપવામાં આવશે. આવી પરવાનગી નોઇઝ પોલ્‍યુશન (રેગ્‍યુલેશન એન્‍ડ કંટ્રોલ) રૂલ્‍સ-૨૦૦૦ના નિયમ-૩ને અનુરૂપ આપવામાં આવશે.

લાઉડ સ્‍પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્‍થળ નજીક સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્‍થાઓ કે દવાખાના આવેલ હોય તો આ કચેરીઓ, સંસ્‍થાઓની કામગીરીમાં કોઇ દખલગીરી ન થાય તે રીતે તદ્દન ધીમા અવાજથી વગાડવાનું રહેશે.

યોગ્‍ય સત્તાધિકારીની મંજૂરીથી કાઢવામાં આવેલ સરઘસ કે મંડળીઓના સભ્‍યોએ જાહે શાંતિ જોખમાય તેવું વર્તન કરવું નહીં તેમજ કોઇ ધર્મ, જાતિ, સંગઠન પ્રત્‍યે ધૃણા ફેલાય તેવા પોકારવા નહીં કે  ભાષણો આપવા નહીં તેમજ અવર-જવર વ્‍યવસ્‍થાને કે જાહેર વ્‍યવસ્‍થાને અડચણરૂપ થાય તેવું કૃત્‍ય કરવું નહીં.

આ હુકમ ફરજ પરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચૂંટણી પંચે અધિકૃત કરેલ અધિકારીઓ-કર્મચારીઓ અને સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીઓ અથવા તેઓએ મદદ કરતી અધિકૃત એજન્‍સીઓને લાગુ પડશે નહીં.

આ હુકમ આણંદ જિલ્‍લાની આણંદ જિલ્‍લાની છ નગરપાલિકાઓ (આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, અને સોજિત્રા)ની તથા આઠ તાલુકા પંચાયત (આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રા) તથા કરમસદ નગરપાલિકાની વોર્ડ નં.૧ની પેટા ચૂંટણીમાં સમાવિષ્‍ટ વિસ્‍તારને લાગુ પડશે. જયારે આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ચૂંટણી આચાર સંહિતાની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

CVM યુનિ.ની બંધારણીય સંસ્થા આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસનું ગૌરવ…

Charotar Sandesh

મહોળેલ ગામના હિતેશકુમાર ચાવડાએ રાજીનીતિ શાસ્ત્ર વિષયમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી મહોળેલ ગામનું ગૌરવ વધાર્યું

Charotar Sandesh

ડાકોરમાં લાખો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું : રણછોડરાય મંદિરમાં ધામધૂમથી ફુલડોલોત્સવ ઉજવાયો

Charotar Sandesh