Charotar Sandesh
ગુજરાત

આવતીકાલથી રાજ્યના આ ૧૦ જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના લોકોને રસી અપાશે…

  • ગુજરાતના સ્થાપના દિને રાજયની જનતાને વેકસીનેશનમાં મહત્વની ભેટ આપતા મુખ્યમંત્રી…
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત : ૩ લાખ વેકસીનનો ડોઝ આવી પહોંચ્યો : મે માસમાં ૧૧ લાખ ડોઝ ગુજરાતને મળશે…
  • આ ૧૦ જિલ્લા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ગાંધીનગર અને ભરૂચ છે, જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે…

વિજય રુપાણીએ ૧ મે થી ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી ગુજરાતમાં પણ ત્રીજા તબક્કાનું રસીકરણ શરુ કરવાની જાહેરાત કરી છે. જેમાં ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોને કોરોના વાયરસન રસી આપવામાં આવશે. જો કે અહીં તેમણે સ્પષ્ટતા કરી છે કે ૧ મે થીમાત્ર ૧૦ જિલ્લાઓની અંદર જ ૧૮ વર્ષ ઉપરના લોકના રસીકરણનો પ્રારંભ થશે. આ ૧૦ જિલ્લા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ગાંધીનગર અને ભરૂચ છે, જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે. ગુજરાત પાસે હાલમાં ૪.૬૨ લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. વેક્સિનના સૌથી વધુ ડોઝ ધરાવતા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૧૧.૮૦ લાખ સાથે મોખરે જ્યારે ગુજરાતનો ક્રમ ૧૦મો છે. વિજય રૂપાણીએ ૧ મે થી યુવાનોમાં શરૂ થતા કોરોના વેક્સિનેશનની કામગીરી અંગે કહ્યુ હતુ કે, પીએમ મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં ૧ મે થી યુવાનોમા વેક્સિનેશન શરૂ થશે.

મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે બે અલગ-અલગ કંપનીઓ દ્વારા રાજયને ૨.૫૦ કરોડ ડોઝનો જે ઓર્ડર અપાયો છે તેમાં વેકસીન તબક્કાવાર મળતી રહેશે. મે મહિના દરમિયાન કુલ ૧૧ લાખ ડોઝ મળનાર છે અને તેથી પ્રારંભમાં સૌથી વધુ સંક્રમિત ૧૦ જિલ્લાઓમાં વેકસીન આપવામાં આવશે અને જેમ વેકસીન વધુ મળતી જશે તેમ તેમ વધુ જિલ્લાઓનો સમાવેશ કરાતો જશે. મુખ્યમંત્રીએ રાજયમાં દરેક વ્યકિતને ફ્રી વેકસીન આપવા માટે સરકાર પ્રતિબંધ હોવાનું જણાવતા ઉમેર્યુ કે રાજયનો એક પણ વ્યકિત વેકસીન વગરનો રહી નહી જાય તે હું ખાત્રી આપી છું. પરંતુ જેઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ નથી અથવા તો જેઓને એસએમએસ મળ્યુ નથી તે વેકસીન લેવા માટે ઉતાવળ ન કરે. રાજય સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચીત કરવામાં આવી છે અને સમગ્ર વેકસીનેશન કાર્યક્રમ સરળતા પૂર્વક ચાલશે અને આપણે કોરોનાને પરાજીત કરીશું.

Related posts

આઠ પેટાચૂંટણીઓને રોકવા હાઇકોર્ટમાં અરજી, ચૂંટણીપંચ,મુખ્યચૂંટણી અધિકારીને નોટિસ…

Charotar Sandesh

હિન્દુવાદી સંગઠનોએ કરી પોલીસ કમિશ્નરને રજૂઆત : હવે ખોટું બોલી વિધર્મી યુવકો ગરબામાં ઘુસ્યા તો ખેર નથી

Charotar Sandesh

અમદાવાદના ૨૨ હજાર ડોક્ટર-વકીલોને સર્વિસ ટેક્સ ભરવા સીજીએસટીની નોટિસ…

Charotar Sandesh