Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠ તાલુકાના વણસોલના ખેડૂતે ડાંગરની સરળતાથી રોપણી માટેનું હલકું ફૂલકું ડ્રમ સીડર બનાવ્યું…

આણંદ : આણંદ જિલ્લા આત્મા પ્રોજેક્ટ અને ડાંગર સંશોધન કેન્દ્ર નવાગામનાં સયુક્ત પ્રયાસથી આજે આણંદના વણસોલ ગામે ખેડૂતોને ડાંગરની વાવણી માટેનાં ડ્રમ સીડર મશીનનું  નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુનાં ૧૦ ગામડાનાં ૩૦થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એ જોવા એકત્ર થયા હતા.

ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું.

ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે ડાંગરની ખેતીમાં ધરૂ રોપણી માટે ખેત મજૂરોની જરૂરીયાત પડે છે હાલના સમયમાં કોરોના મહામારી ના કારણે ડાંગરની રોપણી કરવા માટે ખેત મજૂરો મળવા મુશ્કેલ છે ત્યારે આણંદ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત એવા મનીષભાઈ આ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે પોતાના ખેતરમાં ડાંગરની વાવણી ઓછા સમયમાં ખેડુતો કરી શકે તે માટે ડ્રમ સીડર મશીનનું ડેમોસ્ટ્રેશન ગોઠવ્યુ હતુ.આ મશીનથી ડાગરાની વાવણી ઓછા સમયમાં એક જ વ્યક્તિ કરી શકે છે. કોઈપણ જાતના અન્ય વધારાના ખર્ચ વગર ઓછા ખર્ચે ઉત્પાદન વધુ મેળવી શકાય છે અને આ મશીન વજનમાં હલકું હોવાથી એકજ વ્યકિત આસાનીથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે.  ડ્રમ સીડર થી સરળતાથી રોપણી  કરી શકાય છે.

ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા આત્મ નિર્ભર ગુજરાતનાં  કરેલા  આહવાનના ભાગરૂપે ગુજરાત ભરમાં ખેડૂતો પોતાની રીતે નૂતન અભિગમ અને સંશોધન કરતા રહેતા હોય છે. એ જ પ્રમાણે ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલ ડાંગર રોપણીનું સરળ ડ્રમ સીડર બનાવ્યું છે.

Related posts

રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના હસ્તે આણંદ જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો શુભારંભ

Charotar Sandesh

ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજય પ્રાપ્ત કરવા ઉમેદવારો દ્વારા સોશિયલ મિડીયામાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે વધુ બે કોરોના પોઝીટીવ કેસ : જુઓ કુલ એક્ટિવ કેસ કેટલા ?

Charotar Sandesh