Charotar Sandesh
બોલિવૂડ

એક વર્ષથી વધુ સમયથી ધર્મેન્દ્ર અને હેમામાલિની મળ્યા નથી, જાણો કારણ….

મુંબઇ : કોરોના વાયરસનો ખતરો આખા દેશ પર મંડરાયેલો જોવા મળી રહ્યો છે. તે કારણે ઘણા લોકોએ તેમના નજીકના લોકોથી દૂર રહેવા પર મજબૂર છે. ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગની સલાહ દરેક જણાને આપવામાં આવી રહી છે. કોરોના વાયરસને કારણે એક્ટ્રેસ હેમા માલિની અને ધર્મેન્દ્ર પણ એક વર્ષથી વધુના સમયથી એકબીજાથી દૂર રહ્યા છે. જેવોજ કોરોના વાયરસનો ખતરો વધ્યો તો ધર્મેન્દ્ર મુંબઈની બહાર આવેલા પોતાના ફાર્મહાઉસમાં રહેવા માટે જતા રહ્યા હતા.
સ્પોટબોય સાથેની વાતચીતમાં હેમામાલિનીએ કહ્યું કે- આ તેમની સુરક્ષા માટે સારું છે. આ સમયે અમે સાથે રહેવાને બદલે તેમના સ્વાસ્થ્ય અંગે વિચારી રહ્યા છે. આપણે બધા એક ખરાબ સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો આપણે આપણી સભ્યતાને બચાવવી છે તો આપણે મજબૂત બનવું પડશે. ભલે પછી તેનો મતલબ મોટા બલિદાન આપવાનો ના કેમ હોય.
જણાવી દઈએ કે ધર્મેન્દ્ર ઘણા સમયથી પોતાના આ ફાર્મ હાઉસમાં રહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતા રહે છે. હાલમાં જ તેમણે લોકોને કોરોના વેક્સીન લેવા માટેની પણ સલાહ આપી હતી. ધર્મેન્દ્રએ કહ્યું છે- હું બધા લોકોવે કોરોના વેક્સીન લેવાની સલાહ આપું છું, ખાસ કરીને વૃદ્ધોએ. જો આપણે આ વાયરસને રોકવો છે તો સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી માસ્કને ફરજિયાત પહેરવું જોઈએ અને વેક્સીન લેવો જ અત્યારે એકમાત્ર ઉપાય છે.

Related posts

આયુષમાનની ફિલ્મ ‘બાલા’નું ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh

સલમાન ખાન ચોથી ઓક્ટોબરથી કરશે બિગબોસ ૧૪નું શૂટિંગ…

Charotar Sandesh

ફિલ્મમાં રોલ માટે ક્યારેય મારી મિત્રતાનો ઉપયોગ નથી કરતીઃ દિયા મિર્ઝા

Charotar Sandesh