Charotar Sandesh
વર્લ્ડ

એચ-૧બી વીઝાની સીમા વધારી શકે છે બાઇડેન, ભારતીય વેપારીઓને થશે ફાયદો…

USA : અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન એચ-૧ બી સહિત અન્ય હાઇ સ્કીલ વીઝા સીમા વધારી શકે છે. આ ઉપરાંત તે વિભિન્ન દેશો માટે રોજગાર આધારિત વીઝાને કોટાને સમાપ્ત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને જ પગલાં હજારો ભારતીય ધંધાદારીને ફાયદો થશે. ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટીતંત્રની કેટલીક નીતિઓથી ભારતીય ધંધાદારીઓ પર ખરાબ અસર પડી હતી. કમલા હૈરિસ અમેરિકાની નવી ઉપરાષ્ટ્રપતિ હશે.

માનવામાં આવી રહ્યું છે કે બાઇડેન એચ-બી વીઝાધારકોના જીવનસાથી માટે વર્ક વીઝા પરમિટને રદ કરીને ટ્રમ્પવહિવટીતંત્રના નિર્ણયને પણ પલટી શકે છે. ટ્રમ્પ વહિવટીતંત્રના આ નિર્ણયથી અમેરિકામાં વસવાટ કરતા ભારતીય પરિવાર પ્રભાવિત થયા છે. બાઇડેન વહિવટીતંત્રની યોજનાઅ એક મુખ્ય ઇમિગ્રેશન રિફોર્મ પર કામ કરવાની છે.

પ્રશાસન એકસાથે અથવા ટુકડાઓમાં આ સુધારાઓ લાગૂ કરી શકે છે. બાઇડેન અભિયાન દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ’હાઇ સ્કીલના અસ્થાયીના ઉપયોગ પહેલાંથી અમેરિકામાં વિભિન્ન પદો પર કામ કરવા માટે હાજર ધંધાદારીઓની નિયુક્તિને હતોત્સાહિત કરવા માટે ન કરવામાં આવે.

  • Nilesh Patel

Related posts

૧૩૦૦૦ કરોડનું ફૂલેકુ ફેરવનાર માલ્યા પાસે વકીલને આપવા પૈસા નથી..!!

Charotar Sandesh

USA : અમેરિકામાં આવેલાં ઈડા વાવાઝોડાએ કેર વર્તાવ્યો

Charotar Sandesh

અમેરિકામાં પટેલ પરિવારના ત્રણ સભ્યોનું સ્વીમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત થયા હોવાની ઘટના…

Charotar Sandesh