Charotar Sandesh
ગુજરાત

એટીએસના પાંચ જિલ્લામાં દરોડા : ૫૪ વિદેશી હથિયારો સાથે ૯ આરોપી ઝડપ્યા…

વિદેશી હથિયાર વેચાણ કૌભાંડનો પર્દાફાશ…

અમદાવાદ, બાવળા, અમરેલી, વીરપુર, જામનગરમાં દરોડા પાડી ૫૪ વિદેશી બંદૂકો,૪૪ કારતુસો ઝડપ્યા…

અમદાવાદ : ગુજરાતના એન્ટી ટેરેરીસ્ટ સ્કોવર્ડ દ્વારા રાજયના અમદાવાદ સહિત,કચ્છ, મોરબી, અને ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી ૫૪ ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડયા છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લાં નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર થયુ હતુ. ગુજરાત એટીએસના ડીઆઈજી હિંમાંશુ શુકલાને જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલા કચ્છ પોલીસે પકડેલી ગેંગને હથિયાર આપવાનું કામ અમદાવાદના એક નામાંકિત હથિયાર ડીલર ગુપ્તા ગન હાઉસમાંથી હથિયારો આપવામાં આવ્યા છે, આ માહિતીને આધારે તેમણે ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ ભાવેશ રોજીયાને આ ટીપ ઉપર કામ કરવાની સુચના આપતા ડીવાયએપી રોજીયાએ અલગ અલગ ટીમ્સ તૈયાર કરી કોની પાસે કેટલા ગેરકાયદે હથિયારો છે અને કયાં છે તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી,
શુક્રવારની સાંજે તમામ માહિતી આવી જતા એટીએસના ટીમોએ મોડી રાતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યુ હતું. આ ઘટના ક્રમ કચ્છના મોરના શિકાર માટે આવેલા લોકો આધુનિક હથિયાર સાથે પકડાયા હતા જેમાં કચ્છ ભુજ પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને જીવતા કારટીસ જપ્ત કર્યા હતા જેમાં એટીએસ ના વડા હિમાંશુ શુકલા ને આ બાબતની માહિતી મળતા તેઓએ આ માં મોટા કૌભાંડની શંકા દર્શાવી હતી બાદમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં એટીએસ ઉપર વળતો હુમલો થવાની પણ આશંકા હતી, કારણ કેટલાંક ગેંગસ્ટરો પાસે પણ આધુનિક હથિયારો હતા, જેના કારણ પુરતી તૈયારી સાથે ટીમો અલગ અલગ જિલ્લામાં રવાના થઈ હતી. બાઇક સળગાવાનો પ્રયાસગુજરાત એટીએસની ટીમોએ અમદાવાદ, ભાવનગર, મોરબી જિલ્લાના વાંકાનેર, કચ્છ અને અમરેલીમાં દરોડા પાડી એક પછી એક હથિયારો અને આરોપી પકડવાની શરૂઆત કરી હતી, શનિવારની વહેલી સવાર સુધી ચાલેલા ઓપરેશનમાં ભારતીય અને વિદેશી બનાવટના ૫૪ હથિયારો મળી આવ્યા હતા. ભગવાન જગન્નાથ યાત્રા પૂર્વે ખુલેલા હથિયારો ના કૌભાંડમાં પકડાયેલા આરોપીઓમાં કેટલાંક ખુંખાર ગેંગસ્ટર પણ છે. જેમની ઉપર અનેક હત્યાનો આરોપ છે. જયારે કેટલાંક નામાંકિત લોકો પણ છે જેમની પાસે હથિયારનો પરવાનો તો હતો પરંતુ તેમની પાસેના હથિયાર ગેરકાયદે હતા. વાંકાનેરમાંથી એક કુખ્યાત શખ્સ મુસ્તાક બ્લોચ નામના ઈસમની હથિયારો સાથે ધરપકડ કરાઈ હોવાના સમાચારો મળી રહ્યા છે. જોકે આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા બપોર બાદ મીડિયાને સત્તાવાર વિગતો આપવામાં આવે તેવી શક્યતા છે.

Related posts

ગુજરાત સરકારનો નિર્ણય : રાજ્યની ૧૬ ચેકપોસ્ટોને નાબૂદ કરાશે…

Charotar Sandesh

એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક…

Charotar Sandesh

Crime : અંકલેશ્વરમાં એક જ છોકરીના પ્રેમમાં પડ્યા બે સારા મિત્રો, કરૂણ અંત આવ્યો

Charotar Sandesh