Charotar Sandesh
સ્પોર્ટ્સ

કેઇરોન પોલાર્ડે સૌથી વધારે ટી૨૦ ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો…

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડે આ વખતે આઇપીએલની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુનાઇટેડ આરબ અમિરાતમાં કર્યું હતું જેમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચેમ્પિયન બની. કોરોના વાયરસને કારણે આ વખતે માર્ચ મહિનાને બદલે છેક સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન આઇપીએલ યોજાઈ હતી. આવી જ રીતે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માર્ચ મહિનામાં રમાતી હતી પરંતુ કોરોનાને કારણે તેની પ્લે ઓફ મેચો અટકી પડી હતી જે નવેમ્બરમાં યોજાઈ અને તેમાં રમાયેલી ફાઇનલમાં કરાચી કિંગ્સની ટીમનો લાહોર સામે પાંચ વિકેટે વિજય થયો અને તેણે પીએસએલ ૨૦૨૦નું ટાઇટલ જીતી લીધું હતું.
આ વખતની આઇપીએલમાં મુંબઈ ચેમ્પિયન બન્યું તે સાથે તેના કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધારે ટી૨૦ ટાઇટલ જીતવાનો ભારતીય રેકોર્ડ નોંધાવ્યો હતો તો તેના ઓલરાઉન્ડર કેઇરોન પોલાર્ડે સૌથી વધારે ટી૨૦ ટાઇટલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો હતો. જોકે આ દરમિયાન એક ખેલાડી એવો છે જેણે એક જ સપ્તાહમાં બે મેજર ટાઇટલ જીત્યા હોય. મૂળ વેસ્ટ ઇન્ડિઝનો શેરફેન રૂધરફોર્ડ આ બંને ટુર્નામેન્ટમાં રમ્યો હતો અને ચેમ્પિયન ટીમનો ભાગ બની રહ્યો હતો. તે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં હતો. એ વાત અલગ છે કે તેને એક પણ મેચ રમવા મળી ન હતી. પરંતુ તે ચેમ્પિયન ટીમનો હિસ્સો રહ્યો હતો.
આઇપીએલની ફાઇનલ દસમી નવેમ્બરે રમાઈ ત્યાર બાદ રૂધરફોર્ડ દુબઈથી જ સીધો કરાચી પહોંચી ગયો હતો જ્યાં તેને કરાચી કિંગ્સ માટે રમવાનું હતું. આ વખતે તેને અંતિમ ઇલેવનમાં રમવાની તક મળી હતી પરંતુ કમનસીબે તે પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો પરંતુ તેની ટીમ ચેમ્પિયન બની ગઈ હતી. મ રૂધરફોર્ડે એક જ સપ્તામાં બે ટીમના ટાઇટલની સફળતામાં હાજરી આપી હતી. રૂદરફોર્ડની બીજી રીતે ટીકા થઈ રહી છે. તે કરાચી માટે રમવા ગયો ત્યારે તેણે મુંબઈ ઇન્ડિયન્સની ટીશર્ટ પહેરી હતી અને મેદાનમાં બેટિંગમાં ઉતર્યો ત્યારે તેણે મુંબઈનું ગ્લોવ્ઝ પહેરેલું હતું.

Related posts

નિવૃત્ત થયેલા ખેલાડીઓને હાલની ટીમ સાથે મેચ રમાડીને ફેરવેલ આપવી જોઇએ : પઠાણ

Charotar Sandesh

વર્લ્ડ કૉવિડ કેમ્પેઇન માં માનુસી છિલ્લર અને રોહિત શર્મા જોડાયા…

Charotar Sandesh

આઇપીએલ બાદ વિમ્બલ્ડન પર ખતરોઃ બેઠકમાં લેવાશે નિર્ણય…

Charotar Sandesh