Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઇપીએલ બાદ વિમ્બલ્ડન પર ખતરોઃ બેઠકમાં લેવાશે નિર્ણય…

લંડન : વિશ્વભરમાં કોરોનાવાઈરસના સતત વધતા પ્રકોપના કારણે ઓલિમ્પિક, ફ્રેંચ ઓપન, આઈપીએલ અને ફૂટબોલની સંખ્યાબંધ ઇન્ટરનેશનલ મેચ સ્થગિત અથવા રદ્દ કરવામાં આવી છે. હવે વર્ષની ત્રીજી અને સૌથી જૂની ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડન પર પણ ખતરો મંડાય રહ્યો છે. ઇંગ્લેન્ડ કલબે આ ટેનિસ ટૂર્મેન્ટમેન્ટના આયોજન અથવા રદ્દ કરવાની પ્રક્રિયા નક્કી કરવા આગામી અઠવાડિયામાં બેઠક રાખી છે. શેડ્યુલ પ્રમાણે ટૂર્નામેન્ટ ૨૯ જૂનથી શરૂ થવાની છે.

પહેલા કોરોનાના કારણો વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપન પણ સ્થગિત કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટ હવે ૨૪ મેની જગ્યા ૨૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબરની વચ્ચે રમાશે. વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન જાન્યુઆરી-ફેબ્રુઆરી રમાઈ ગઈ છે. આ વખતે સર્બિયાનો નોવાક જોકોવિચ ખિતાબ જીત્યો.

ટૂર્નામેન્ટના આયોજન અંગે તમામ સીનિયર અધિકારી સાથે વાત થઈ રહી છે. આગામી અઠવાડિયે થનારી બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમે કોઈ ખતરો લેવા માંગતા નથી. ખાલી સ્ટેડિયમમાં મેચ રમાવવાના પ્રસ્તાવને નકારવામાં આવ્યો છે.

Related posts

શ્રીસંતને મોટો ઝટકો : આ વર્ષે આઇપીએલમાં નહીં રમી શકે…

Charotar Sandesh

પીવી સિંધૂએ આંગળીઓ પર નેઇલ આર્ટમાં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ, તસવીર વાયરલ

Charotar Sandesh

ઈજાગ્રસ્ત ધવન વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે સીરિઝમાંથી બહાર થઇ શકે…

Charotar Sandesh