ન્યુ દિલ્હી : કોરોનાકાળમાં રાહુલ ગાંધી સરકારનો વિરોધ કરવામાં અગ્રેસર રહ્યા છે. તેઓ રોજ સરકારની અલગ અલગ નિર્ણયો પર ટીકા કરી રહ્યા છે.
હવે રાહુલ ગાંધીએ મોદી સરકારની કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે ટીકા કરી છે. તેમણે કહ્યુ હતુ કે, જીવની કિંમત ના લગાવી શકાય, સરકાર દ્વારા અપાતુ વળતર તો મૃતકના પરિવારજનો માટે એક નાની સહાય હોય છે પણ મોદી સરકાર એ પણ કરવા તૈયાર નથી. પહેલા તો કોરોનાકાળમાં સારવારનો અભાવ હતો એ પછી સરકારે ખોટા આંકડા રજૂ કર્યા હતા અને હવે વળતર નહીં આપવાની સરકારની ક્રૂરતા દેખાઈ રહી છે.
ઉલ્લેખની છે કે, સુપ્રીમ કોર્ટે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયા વળતર આપવા માટે અશક્તિ જાહેર કરી છે. સરકારે દલીલ કરી છેકે, આટલો બધો નાણાકીય બોજ ઉઠાવોવ શક્ય નથી અને હાલમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ પણ યોગ્ય નથી.
રાહુલ ગાંધીએ એક લેખ શેર કર્યો હતો. તેમાં કહેવાયુ છે કે, ભારત સરકારને ટેક્સ તરીકે ૪.૬૯ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે ને બીજી તરફ પ્રાઈવેટ કંપનીઓએ ૪.૫૭ લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ જમા કર્યો છે. જ્યારે આ બંને કરતા વધારે રકમ સરકારન પેટ્રોલ ડિઝલ પર એક્સાઈઝ ડ્યુટી નાંખીને મળેલી છે. આ રકમ ૫.૨૫ લાખ કરોડ રૂપિયા થવા જાય છે. આ આંકડા માત્ર ડિસેમ્બર ૨૦૨૦ સુધીના છે. જેમાં જાન્યુઆરીથી માર્ચ મહિનાનો સમયગાળો સામેલ નથી.