શહેરોની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યાનું ચિંતાજનક ચિત્ર જોવા મળી રહ્યું છે…
આણંદ : આણંદ જિલ્લામાં ધીરેધીરે કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દિન પ્રતિદિન પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે બપોર સુધી વધુ ૧૦ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવેલ છે. બીજી બાજુ કોરોના સામે લડાઈ લડવા વધું સાવચેતી રાખવા લાગ્યા છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા આર્યુવેદિક ઉકાળો પીવાનું શરૂ કરી દીધું છે.
આજે નોધાયેલા કેસોમાં (૧) આણંદમાં આવકાર સોસાયટી ૧૦૦ ફૂટ રોડ ઉપર રહેતા ૭૦ વર્ષીય ઈલયાસભાઈ વ્હોરા (ર) આણંદમા શકીના પાર્ક સોસા. ભાલેજ રોડ ખાતે રહેતા ૬૪ વર્ષીય સીકંદરભાઈ વ્હોરા (૩) આણંદમાં રાજશીવાલય પાસે યશવીધિ એપા.માં રહેતા ૬પ વર્ષીય મહિલા સરોજબેન જેઠવાની (૪) આણંદમાં વિશ્રુત પાર્ક જીટોડીયા રોડ ઉપર રહેતા ૬૦ વર્ષીય હરેશ પંડ્યા (પ) આશાનગર આણંદ ખાતે રહેતા ૩૦ વર્ષીય મોહશીન વ્હોરા (૬) ઈલોરા પાર્ક આણંદમાં રહેતા ૬પ વર્ષીય સબ્બીરભાઈ વ્હોરા, (૭) બોરસદમાં મોહુદ્દીક સોસા.માં રહેતા ૩૬ વર્ષીય પઠાણ મો.યાશીન (૮)બોરસદમાં ફતેહપુરા રબારી ચકલામાં ૬પ વર્ષીય મીરજા કૈયુમબેગ મેહમુદબેગ (૯) ખંભાતમાં નાગરવાડામાં ૬૬ વર્ષીય સાલીભદ્ર કાપડીયાના તેમજ (૧૦) પેટલાદમાં નજીવા મહેતાના પીપલામાં ૭પ વર્ષીય જોયેબભાઈ દાહોદવાલા નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સારવારઅર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.