નડિયાદમાં પતંગની દોરીએ યુવતીનો ભોગ લીધો, મયુરી નામની ૨૫ વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરી થી ગળું કપાયું, નડિયાદના વાણિયાવડ થી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની છે, યુવતી એક્ટિવા પર જઈ રહી હતી દરમ્યાન ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની છે. ચાઇનીઝ દોરી થી યુવતીનું ગળું કાપતાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ યુવતીને સારવાર મળે એ પેહલાજ યુવતીનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ નડિયાદ શહેરના ફતેપુરા રોડ પર રહેતી મયુરીબેન હંસરાજભાઈ સરગરા (ઉ.વ. ૨૫) વાણીયાવડ વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘરકામ કરતી હતી. આજે સાંજે મયુરીબેન ફલેટના કામ પતાવીને પોતાના ઘરે એકિટવા લઇને જઇ રહ્યા હતા. દરમ્યાન વાણીયાવડથી ફતેપુરા તરફેના રોડ પર એકાએક તેણીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતાં ગળું કપાઇ ગયું હતું.ગળાની નસ કપાઇ જતા ચીસાચીસ સાથે લોહીલુહાણ હાલતમાં તેણી એકિટવા પરથી નીચે પટકાઇ હતી.
દરમ્યાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત ગંભીર રીતે ઘાયલ મયુરીબેનને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલાં તેણીનું કરુણ મોત નીપજયું હતું.જેના કારણે સરગરા પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો.
Other News : કરુણા અભિયાન અંતર્ગત વિશેષ કામગીરી હાથ ધરાઈ : એનીમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર સંપર્ક કરવો