કેન્દ્ગીય ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય…
ગુજરાતની પણ ચાર બેઠકો પર યોજાનારી રાજ્યસભાની ચૂંટણી મોકૂફ…
ન્યુ દિલ્હી : દેશભરમાં ૨૬ માર્ચે ૧૭ રાજ્યોની ૫૫ બેઠકો માટે યોજાનારી ચૂંટણી ઇલેક્શ કમીશને મોકૂફ રાખી છે. તો બીજી બાજુ ગુજરાતમાં આગામી ૨૬મી માર્ચે યોજાનાર રાજ્યસભાની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ગીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના વાયરસને પગલે આ મોટો નિર્ણય લેવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રખાઈ છે. અગાઉ ગુજરાત સરકાર રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનને હાલ પૂરતું મોકૂફ કરવા કેંદ્રીય ચુંટણી પંચને વિનંતી કરવામાં આવી હતી, જેના થકી આજે કેન્દ્રિય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવીએ કે, રાજ્યસભાની ચાર બેઠકો માટે ૨૬ માર્ચે મતદાન થવાનું છે. જેમાં ભાજપે ત્રણ અને કૉંગ્રેસે બે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.