જીએસટી કલેક્શન સતત ૬ મહિનાથી એક લાખ કરોડની ઉપર…
ન્યુ દિલ્હી : નાણા મંત્રાલયએ ગુરૂવારે કહ્યુ કે, માર્ચમાં જીએસટી સંગ્રહ વધીને ૧.૨૩ લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ ઉંચાઈએ પહોંચી ગયો, જે પાછલા વર્ષની સમાન અવધીના મુકાબલે ૨૭ ટકા વધુ છે. મંત્રાલયે કહ્યું, જીએસટી આવક છેલ્લા છ મહિના દરમિયાન એક લાખ કરોડ રૂપિયાથી વઠધુ રહી છે, અને આ સમયમાં તેજીથી વૃદ્ધિના વલણથી મહામારી બાદ આર્થિક સુધારના સંકેત સ્પષ્ટ મળે છે.
મંત્રાલયે આગળ કહ્યું કે, જીએસટી, આવકવેરા અને કસ્ટમ્સ આઇટી સિસ્ટમ્સ સહિતના બહુપક્ષીય સ્રોતથી મળનાર ડેટાનો ઉપયોગ કરી નકલી-બિલિંગ વિરુદ્ધ ખાસ નજર રાખવામાં આવી છે, જેણે આવક સંગ્રહમાં યોદગાન આપ્યું છે.
જીએસટીની કુલ આવક માર્ચ ૨૦૨૧માં ૧,૨૩,૯૦૨ કરોડ રૂપિયા રહ્યું, જેમાં કેન્દ્રીય જીએસટીના ૨૨૯૭૩ કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીના ૨૯૩૨૯ કરોજ રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ જીએસટીના ૬૨,૮૪૨ કરોડ રૂપિયા (વસ્તુઓના આયાત પર જમા ૩૧,૦૯૭ કરોડ રૂપિયા સહિત) અને ૮,૭૫૭ કરોડ રૂપિયાનો સેસ શામેલ છે (માલની આયાત પર જમા કરાયેલા ૯૩૫ કરોડ રૂપિયા સહિત) સામેલ છે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, માર્ચ ૨૦૨૧ દરમિયાન જીએસટી આવક, જીએસટીની શરૂઆતથી સૌથી વધુ છે. છેલ્લા પાંચ મહિનામાં જીએસટી આવક સંગ્રહની પ્રવૃતિના અનુરૂપ માર્ચ ૨૦૨૧માં આવક સંગ્રહ પાછલા વર્ષની સમાન અવધિના મુકાબલે ૨૭ ટકા વધુ રહ્યો છે.