હવે રોડ પર કોઈ શ્રમિક નથી, ૩ લાખ ૪૮ હજાર લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે…
ન્યુ દિલ્હી : લોકડાઉન પછી દિલ્હી સહિત અનેક રાયોમાંથી વતન જવા નીકળી પડેલા લોકોની સમસ્યાને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આજે રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટ આવ્યા પછી આજે આ મુદ્દે સુનવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે વીડિયો કોન્ફરન્સ દ્રારા આ મુદ્દે સુનવણી કરી હતી.
અરજી પર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટ કોઇ આદેશ આપ્યા નથી, કોર્ટનું માનવુ છે કે સરકાર આ મુદ્દે કાર્યરત છે આથી આ સંબંધમાં આદેશ આપીને મુદ્દાને વધારે ગૂંચવણભર્યેા ન બનાવવો જોઇએ. આ સાથે કોર્ટે ટિપ્પણી કરી હતી કે કોરોના બીમારીનો ભય બીમારીથી મોટી સમસ્યા છે.
અરજીમાં સરકાર પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે લોકડાઉનમાં લાખો પ્રવાસી મજૂરો પોતાના વતન જવા પગપાળા નીકળી ગયા છે પરંતુ સરકારે તેમના માટે કોઇ વ્યવસ્થા કરી નથી. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે લોકડાઉન થવાથી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો તેમના પરિવાર સહિત હજારો કિમીના રસ્તે પગપાળા ચાલી રહ્યા છે, જેમાં વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને દિવ્યાંગો સામેલ છે. તેમની પાસે ખાવા પીવા કે પરિવહન જેવી કોઇ સુવિધા નથી
આ સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઈ. સુનાવણી દરમિયાન સરકોર સુપ્રીમ કોર્ટને જાણકારી આપી કે ૧૭ જાન્યુઆરથી જ કેન્દ્ર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આપણા દેશના સૌભાગ્યથી જલ્દી અને નિવારક પગલાં ઉઠાવ્યા. શ્રમિકોના સ્થળાંતર વિશે સરકાર તરફથી રજૂઆત કરતાં સોલિસિટર જનરલે કહ્યું કે હવે રોડ પર કોઈ મજૂર નથી.
તુષાર મહેતાએ જણાવ્યું કે જેમનાં પણ લક્ષણ દેખાયા તેમને તાત્કાલિક ક્વારન્ટિન કરવામાં આવ્યા. સુનાવણી દરમિયાન ગૃહ સચિવ અને સંયુક્ત સચિવ ગૃહ, સોલિસિટર જનરલ તુષાર મહેતાની ઓફિસમાં ઉપસ્થિત હતા.
સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ વાયરસ વિશે આપણને ૫ જાન્યુઆરીએ જાણ થઈ અને અમે ૧૭ જાન્યુઆરથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એવામાં અમે વાયરસને સંતોષજનક સ્તરે નિયંત્રિત કરી શક્યા છીએ. તેઓએ જણાવ્યું કે જે અન્ય દેશોએ કર્યું અમે તેમનાથી આગળના પગલાં ભર્યા. ભારતમાં કોઈ કેસ સામે આવ્યા પહેલા જ અમે થર્મલ સ્કેનિંગ શરૂ કરી દીધું હતું.
મહેતાએ જણાવ્યું કે, જેમનાં પણ લક્ષણ હોવાનું બહાર આવ્યું તેમને તાત્કાલિક ક્વોરન્ટિન માટે મોકલી અપાયા. જેમનામાં લક્ષણ ન મળ્યા તેમને પણ સલાહ આપવામાં આવી કે તેઓ ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટિનમાં રહે. તેઓએ જણાવ્યું કે એકકૃત રોગ વૉચ કાર્યક્રમ બનાવવામાં આવ્યો જેથી તેની પર નજર રાખી શકાય કે પ્રવાસી પર ૧૪ દિવસની અંદર કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે. કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે ૨૮ દિવસની અંદર ૩ લાખ ૪૮ હજાર લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.