Charotar Sandesh
ગુજરાત

કોરોના સંક્રમણ વધતાં ગુજરાતના અનેક ગામ, નગર સ્વૈચ્છિક લોકડાઉનનાં પંથે…!

નડિયાદ : કોરોનાનુ સંક્રમણ વધતા અનેક ગામ, નગરમાં લોકોએ, સ્વૈચ્છીક લોકડાઉન અપનાવ્યુ છે. લોકડાઉન થકી કોરોનાની ચેન તોડીને સંક્રમણ અટકાવવા હવે પ્રતિષ્ઠીત નાગરીકો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સામુહીક નિર્ણય કરવામાં આવી રહ્યો છે.

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડભાણ ગામે સ્વયં-ભૂ બંધ પાળવામાં આવશે. ગામના વેપારીઓ અને અગ્રણી નાગરીકોએ ભેગા મળીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિશ્વાસમાં લઈને સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે ડભાણ ગ્રામ પંચાયત અને ગ્રામ આગેવાનોએ તારીખ ૩૦ એપ્રિલ સુધી ગામની તમામ દુકાનો સવારે ૬થી સાંજના ૪ કલાક સુધી ખુલ્લી રાખવા તથા સાંજના ૪ કલાકથી સવારના ૦૬ કલાક સુધી તમામ દુકાનો સહિત મંદિર અને મસ્જિદ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે.

ભાવનગર જિલ્લાના તળાજાના વેપારીઓએ આજે સ્વંય-ભુ સ્વૈચ્છીક લોકડાઉન પાળેલ છે. પ્રસાશન સાથે ચેમ્બર ઓફ કોમર્સની મીટિંગ બાદ શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરી હતી. લોકડાઉનની અપીલના પગલે સવારથી તળાજાની બજાર સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં તળાજા શહેર તાલુકા મળી સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાયેલ છે. તળાજા શહેર અને તાલુકામાં મરણનો આંકડો દરરોજ વધતો જાય છે.

Related posts

ગુજરાતભરમાં વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ મોડ પર, 13 ટીમો તૈનાત કરાઈ…

Charotar Sandesh

આ આગાહી તો ડરાવશે : ગુજરાતમાં વરસાદી આફતની સંભાવના, આ તારીખોમાં વરસાદના વરતારા

Charotar Sandesh

આગામી બે દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની કરાઈ આગાહી…

Charotar Sandesh