-
કોરોનાના વધતા સંક્રમણને લઈને ગુજરાતમાં જિલ્લા સ્તરે વહીવટી તંત્રની સાથે IAS અધિકારીઓને જવાબદારી સોંપાઈ…
આણંદ : રાજ્યમાં કોરોના ના કેસને નિયંત્રણમાં રહે તેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ નિર્ણયોનું અસરકારક અને ઝડપી અમલીકરણ થાય તે માટે જિલ્લાતરે આઇએએસ અધિકારી ને જવાબદારી સોપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
-
આણંદ જિલ્લા સ્તરે આઈએએસ અધિકારી અવંતિકાસિંઘ ઔલખને જવાબદારી સોંપાઈ હોવાનુું જાણવા મળેલ છે…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. દરરોજ સરેરાશ ૧૨થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જો કે બિનસત્તાવાર રીતે આ આંકડો ત્રણ ગણો હોવાનું કહેવાઈ રહ્યું છે. આજે આણંદ જિલ્લામાં વધુ ૧૨ પોઝિટિવ કેસો નોંધાયા છે.
અમદાવાદ શહેર : ડૉ. રાજીવ ગુપ્તા
વડોદરા અને છોટાઉદેપુર : ડૉ. વિનોદ રાવ
આણંદ : અવંતિકાસિંઘ ઔલખ
રાજકોટ : રાહુલ ગુપ્તા
અમદાવાદ જિલ્લો : એ.કે.રાકેશ
ગાંધીનગર : સુનયના તોમર
અમરેલી : એ.એમ.સોલંકી
ભરૂચ : શ્રીમતી શાહમીના હુસેન
જૂનાગઢ : મનીષ ભારદ્વાજ
ભાવનગર : સોનલ મિશ્રા
પાટણ : મમતા વર્મા
પંચમહાલ : રાજેશ માંજુ
મોડાસા – અરવલ્લી : રૂપવંત સિંહ
બોટાદ : સંજીવ કુમાર
પોરબંદર અને ગીર સોમનાથ : ડી.જી.પટેલ
જામનગર : નલિન ઉપાધ્યાય
નર્મદા : એસ.જે.હૈદર
મહેસાણા : ધનંજય દ્વિવેદી
સુરત : એમ.થેન્નારસન
ખેડા : મોહમ્મદ શાહીદ
બનાસકાંઠા : વિજય નેહરા
દાહોદ : રાજકુમાર બેનીવાલ