Charotar Sandesh
ઈન્ડિયા

કોવિડ વેક્સિન બાદ ભારત-બ્રિટને ૫ પ્રોજેક્ટ પર રિસર્ચ માટે મિલાવ્યા હાથ…

આ પ્રોજેક્ટ્‌સ માટે ૪ મિલિયન યુરો યુકે તરફથી આપવામાં આવશે જ્યારે બાકીની એટલી જ સહાય ભારત કરશે…

ન્યુ દિલ્હી : ભારત અને બ્રિટને રિસર્ચ ક્ષેત્રે હાથ મિલાવ્યો છે. બંને દેશે અગાઉ પણ સાથે મળીને અનેક બેક્ટેરિયા, એન્ટી બોડી સાથે સંકળાયેલા વિષયો પર રિસર્ચ કર્યું છે અને હવે ૫ નવા પ્રોજેક્ટ્‌સ પર વાત આગળ વધી છે. તેના અંતર્ગત એન્ટી માઈક્રોબાયલ રેજિસ્ટેન્સ અંગે સંશોધન કરવામાં આવશે. આ રિસર્ચની મદદથી સમગ્ર વિશ્વમાં એક વિશેષ પ્રકારના બેક્ટેરિયા વિરૂદ્ધ જે લડાઈ ચાલી રહી છે તેને મજબૂતાઈ મળશે.

બ્રિટનના મંત્રી લોર્ડ તારીક અહમદે આ રિસર્ચ માટે ૪ મિલિયન યુરોની મદદની જાહેરાત કરી છે. હકીકતે દવાઓ અને એન્ટી બોડી પર રિસર્ચ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં ભારત વિશ્વમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથે જ ભારત antimicrobialsનું સૌથી મોટું નિર્માતા પણ છે. આ કારણે જ બ્રિટને ભારત સાથે હાથ મિલાવીને આ મુદ્દે સંશોધન આગળ વધાર્યું છે.

આ માટે ૫ પ્રોજેક્ટ પ્લાન કરવામાં આવ્યા છે જેની શરૂઆત સપ્ટેમ્બર ૨૦૨૦માં થશે. તેમાં યુકે તરફથી ૪ મિલિયન યુરો આપવામાં આવશે જ્યારે બાકીની સહાય ભારત કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૮ મિલિયન યુરો દર્શાવવામાં આવ્યો છે.

લોર્ડ તારીક અહમદના કહેવા પ્રમાણે ભારત અને યુકે પહેલેથી જ કોવિડ-૧૯ની વેક્સિન માટે સાથે કામ કરી રહ્યા છે. જો અમારૂં ક્લિનીકલ ટ્રાયલ સફળ રહેશે તો અમે જલ્દી જ વિશ્વને તેનો ડોઝ આપવાનું શરૂ કરી દઈશું. તેના સિવાય પણ બંને દેશો વિશ્વ માટે ઘણું બધું કરી શકે તેમ છે અને આ કારણે જ અમે આ ક્ષેત્રે હાથ મિલાવ્યા છે. બ્રિટિશ હાઈ કમિશ્નરના કહેવા પ્રમાણે બ્રિટન રિસર્ચ ક્ષેત્રે ખૂબ જ આગળ રહીને હિસ્સો લઈ રહ્યું છે અને મેડિકલ ક્ષેત્રે ભારતનો સાથ મળે તે ખૂબ જરૂરી છે.

જે ૫ મુદ્દે રિસર્ચની વાત થઈ રહી છે તેમાં ELECTAR, Advanced Metagenomics, Sensors and Photocatalysis for Antimicrobial Resistance Elimination (AMSPARE), પોંડિચેરી-ચેન્નાઈમાં રિસર્ચ, AMR Flows જેવા મોટા પ્રોજેક્ટ્‌સ સામેલ છે.

Related posts

દેશના ખેડૂતોએ મંડી માંગી તો વડાપ્રધાને મંદી થમાવી : રાહુલ ગાંધી

Charotar Sandesh

દેશમાં કોરોનાના રોગચાળામાં ૧૦,૧૧૩ કંપની બંધ થઇ : મહારાષ્ટ્રની ૧,૨૭૯ કંપનીને તાળા…

Charotar Sandesh

રવિ કિશને કરી જાહેરાતઃ પ્રધાનમંત્રી મોદીના જીવન પર ભોજપુરીમાં ફિલ્મ બનશે

Charotar Sandesh