Charotar Sandesh
ગુજરાત

ગુગલના વિશ્વના ટોપ-૫૦ લોકલ ગાઈડમાં બે ગુજરાતીએ મેળવ્યું સ્થાન…

અમદાવાદ : આજે મોટાભાગના લોકો ગુગલ મેપનો ઉપયોગ કરી રહ્યા છે, તે પછી કોઈ સ્થળ પર પહોંચવા માટે હોય કે સારી રેસ્ટોરન્ટના રીવ્યુ ચેક કરવા હોય. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ બધી માહિતી ગુગલ મેપ પર આવે છે કેવી રીતે? તો આજે તમને જણાવીશું કે, કેવી રીતે આ સમગ્ર માહિતી ગુગલ પર અપડેટ થાય છે. ગુજરાતના બે વ્યક્તિ કે જેવો ગુગલ માટે વોલેન્ટીયર તરીકે કામ કરી રહ્યા છે. નરેશ દરજી અને પ્રિયંકા ઉપાધ્યાય ગુગલ લોકલ ગાઈડ તરીકે સેવા આપી રહ્યા છે. નરેશભાઈ ગુજરાત લોકલ ગાઈડ કોમ્યુનિટિ ચલાવે છે જેમા ૨૦૦થી વધારે મેમ્બર જોડાયેલા છે.
આ બંન્ને ગુગલ લોકલ ગાઈડ સમિટ ૨૦૧૮માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગુગલ દ્વારા તેમને કેલીફોર્નિયા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૫માં ગુગલ દ્વારા લોકલ ગાઈડ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જેમા સ્થાનિક લોકો તેમની આસપાસના વિસ્તારને મેપ પર અપડેટ કરી લોકલ ગાઈડ બની શકે છે. તમે તમારી આજુબાજુમાં આવેલા સ્થળોને મેપ પર મૂકી શકો છો જેથી કરીને અન્ય લોકો સરળતાથી તેના વિશે માહિતી મેળવી શકે છે. સાથે જ ગુગલ દ્વારા તમને પોઈન્ટ પણ આપવામાં આવે છે. જેમા ૧થી ૧૦ લેવલ હોય છે. લેવલ ૫ પાર કર્યા પછી તમે ગુગલ લોકલ ગાઈડની એન્યુલ સમિટ માટે અરજી કરી શકો છો. જો તમે સિલેક્ટ થયા તો તેઓ તમને ગુગલ હેડ ક્વાર્ટર ખાતે આમંત્રિત કરે છે.
જેનો સંપૂર્ણ ખર્ચ ગુગલ ઉઠાવે છે. તેમજ વર્ષ દરમિયાન ગુગલ દ્વારા નાની મોટી પર્ક તેમજ ડીસ્કાઉન્ટ કુપનો પણ મળતી રહે છે. ત્યારે નરેશ દરજી તેમજ પ્રિયંકા ઉપાધ્યાયને ગુગલ તરફથી તેમની કામગીરી માટે એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આ વર્ષે પણ ગુગલ લોકલ ગાઈડ દ્વારા આખા વિશ્વમાંથી શ્રેષ્ઠ ૫૦ લોકલ ગાઈડ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમા બે ગુજરાતીઓ પણ સામેલ થતા આ એક ગર્વની વાત છે. નરેશ દરજીને શ્રેષ્ઠ કોમ્યુનિટિ બિલ્ડરનો એવોર્ડ મળ્યો તેમજ પ્રિયંકાને લોકલ બિઝનેસ ચેમ્પિયનનો એવોર્ડ મળ્યો છે.

Related posts

ડુંગળી આમ આદમીને રડાવશે : ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલો પહોંચ્યા…

Charotar Sandesh

ગુજરાતની ૬.૨૭ કરોડ વસ્તિને ધ્યાને રાખે ટેસ્ટ થવા જોઇએ : મેડિકલ એસોસિએશન હાઇકોર્ટના શરણે

Charotar Sandesh

ગુજરાત ભાજપનો ગઢ હતું, છે અને રહેશે : મુખ્યમંત્રી રૂપાણીનો હૂંકાર…

Charotar Sandesh