ગાંધીનગર : ગુજરાતમાં હવે ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમા ચોમાસું હવે અંતિમ ચરણમાં છે તેવું હવામાન વિભાગે કહ્યુ છે. સાથેજ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ૬ ઓક્ટોબરથી ચોમાસું હવે વિધિવત રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાય અંગે હવામાન વિભાગ દ્વારા આ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ રાજ્યનાં શાહીન વાવાઝોડાનું સંકટ હતું પરંતુ વાવાઝોડું સક્રિય ન થયું. જેથી તેનું સંકટ ટળ્યું છે. અગામી ૫ દિવસ રાજ્યમાં નહિવત પ્રમાણમાં વરસાદ રહેશે. જોકે વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
આપને જણાવી દઈએ કે શાહિન વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી ૪૦૦ કિમિ દૂર છે. જેથી આગામી ૧૨ કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની પરિસ્થિતી આગળ વધી રહયું છે. તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ૬ ઓક્ટોબરથી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત કરશે.
Other News : છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૦ તાલુકામાં વરસાદી તાંડવ