-
અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર , બનાસકાંઠા, પંચમહાલ, આણંદ,
અરવલ્લી , ભાવનગર રેડ ઝોનમાં… -
રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીરસોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર સહિતના 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં…
-
મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં…
નવી દિલ્હી : લોકડાઉનના પ્રથમ ચરણમાં જયા પીએમ મોદીએ ‘જાન હૈ તો જહાન હૈ’નો મંત્ર આપ્યો હતો તો બીજા ચરણમાં ‘જાન ભી જહાન ભી’ આપ્યો હતો. બીજા તબક્કામાં જ ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં જરૂરી સામાનની દુકાનોને ખોલવા અને ગ્રામીણ વિસ્તારોમાં વેપાર અને ઉદ્યોગો શરતો સાથે ખોલવા પરવાનગી આપી હતી.
દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે આ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમજ કોવિડ 19ની ટીમ અને કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા દરેક રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે.
હવે કેન્દ્રએ સંકેત આપ્યા છે કે ૪ થી મેથી ગ્રીન ઝોન્સમાં છુટનો દાયરો વધારવામાં આવશે. જો કે લોકડાઉન બાદ પણ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ સામાન્ય જન જીવનનો હિસ્સો રહેશે. દેશમાં કુલ ૭૩૯ જીલ્લા છે. જેમાંથી ૩૦૭માં હજુ પણ કોરોના નથી. એટલે કે ૪૦ ટકા આવા અછુત જીલ્લા છે. આ જીલ્લા ગ્રીન ઝોનમાં છે.
૩ મે પછી આ જીલ્લાઓમાં ફેકટરીઓ, દુકાનો, નાના-મોટા ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ અને અન્ય સેવાઓને શરતોો સાથે ખોલી શકાય તેમ છે. કેન્દ્ર આજે અથવા કાલે જાહેરાત કરશે. પરંતુ અંતિમ નિર્ણયો રાજય સરકાર ઉપર છોડાશે. ગ્રીન ઝોનમાં ૪ થી મેથી મોબાઇલ ફોન, ઇલેકટ્રીક, ઇલેકટ્રોનીક, હાર્ડવેર, રીપેરીંગની દુકાનો, કપડાની દુકાનો, રેસ્ટોરન્ટ, હેરકટીંગ સલુન જેવી સેવાઓ ખોલવાને મંજુરી મળશે. જો કે આ દુકાનો પર ભીડની પરવાનગી નહિ અપાય. સોશ્યલ ડીસ્ટન્સ રાખવુ પડશે. જો કે પંજાબ સરકારે લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું છે.