Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે CM ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન

રાજ્યમાં ભારે વરસાદની સંભાવના

CMએ ડિઝાસ્ટર પ્રિપેડનેશ અંગે વહીવટી તંત્રની કામગીરી-આગોતરા પગલાંઓની તલસ્પર્શી જાણકારી મેળવી-માર્ગદર્શન આપ્યુ

ર૦૬ જળાશયોમાં ૧.૮૯ લાખ MCFT પાણીનો સંગ્રહ-હાઇ એલર્ટ-એલર્ટ અને વોર્નિંગ પર ૧-૧ જળાશય : મહેસૂલ મંત્રી-ગૃહ રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતી

Gandhinagar : કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, તા. ૭ થી ૧૦ જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે.

CM ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.

CMએ મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા ર૪ કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.

તદઅનુસાર, રાહત કમિશનરશ્રીએ વિગતો આપતાં કહ્યું કે, ગત ૨૪ કલાક દરમ્યાન રાજયમાં ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા તાલુકામાં ૧૬૮ મી.મી અને કોડીનાર તાલુકામાં ૧૫૯ મી.મી વરસાદ નોઘાયેલ છે. દેવભુમિ ઘ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૫૩ મી.મી, જુનાગઢના માંગરોળ તાલુકામાં ૧૧૯ મી.મી અને મહિસાગરના કડાણા તાલુકામાં ૧૪૫ મી.મી વરસાદ જેટલો ભારે વરસાદ નોંઘાયો છે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં CMના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાની તેમજ કૃષિ-સહકાર, અન્ન-નાગરિક પુરવઠો, સિંચાઇ, માર્ગ-મકાન, શહેરી વિકાસ તથા GSDMA, NDRFના વરિષ્ઠ સચિવો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : આણંદ પાલિકાએ પરિખભૂવન સહિત આ ૮૭ જર્જરીત મિલ્કત ધારકોને નોટીસ ફટકારી : જર્જરીત બિલ્ડીંગો મુદ્દે સરકાર એક્શનમાં

Related posts

અંતે..માહિતી ખાતા સહિતની તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ…

Charotar Sandesh

જલારામ બાપાની જન્મ જયંતીઃ વીરપુર બન્યું જલારામમય, ઘરે ઘરે લોકોએ રંગોળી કરી…

Charotar Sandesh

હોમિયોપેથિક દવાના ૧૦ લાખ ડોઝનું વિતરણ કરવામાં આવશે : સીએમ રૂપાણી

Charotar Sandesh