Charotar Sandesh
ગુજરાત

ગુજરાતને મળશે નવા ડીજીપી : આશિષ ભાટિયા રેસમાં આગળ…

ડીજીપી શિવાનંદ ઝા આજે નિવૃત્ત થશે…

ગાંધીનગર : ગુજરાતના નવા ડીજીપીની પસંદગી ૩૧ જુલાઇએ થવાની છે. ત્યારે આગામી ડીજીપીની પસંદગી માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ સાંજે દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે. બંને દિલ્હીમાં યોજાનારી યુપીએસસીની બેઠકમાં ભાગ લેશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે પાત્ર અધિકારીઓના નામની યાદી યુપીએસસીને મોકલી હતી.

યુપીએસસી જે નામોને સૂચિબદ્ધ કરે છે તે પૈકી રાજ્ય સરકાર ડીજીપી તરીકે પસંદગી કરશે. ગુજરાતના નવા ડીજીપી તરીકે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ગુજરાત કેડરના ૧૯૮૫ની બેચના આઇપીએસ આશિષ ભાટિયાની જો ડીજીપી તરીકે વરણી થશે તો તેઓ નિવૃત થઇ રહેલા શિવાનંદ ઝાનું સ્થાન લેશે.

Related posts

સરકારે કોરોના રસી ભાવ નક્કી કર્યા : ખાનગી હોસ્પિટલમાં ૨૫૦ ચૂકવવા પડશે…

Charotar Sandesh

બ્રેકિંગ : નવરાત્રિને લઈ રાજ્ય સરકારનો નિર્ણય : ૪૦૦ લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે, જાણો વિગત

Charotar Sandesh

@ગુજરાત : બપોર સમાચાર : ક્લીક કરો અને જુઓ હેડલાઈન્સ તારીખ : ૨૪-૦૮-૨૦૨૪

Charotar Sandesh